________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંધ્યા થઈ ગઈ હતી.
મહારાજા ગુણસેન, તેમના ખંડમાં એકલા હતા. પશ્ચિમ દિશાના ઝરૂખા પાસે તેઓ ઊભા હતા. ક્ષિતિજ ગુલાબી રંગોથી લેપાયેલી હતી. તેઓ સ્વગત બોલી પડ્યા : “હમણાં આ રંગો નાશ પામશે. અંધકાર છવાઈ જશે. મનુષ્યનું યૌવન આવું જ છે ને.... જ્યાં સુધી યૌવનકાળ છે ત્યાં સુધી મોક્ષમાર્ગની આરાધના કરી લઉં. વૃદ્ધાવસ્થા જ્યારે શરીરને ઘેરી વળશે ત્યારે કોઈ વિશિષ્ટ ધર્મપુરુષાર્થ નહીં થઈ શકે.
મારે મારા આત્મામાં ક્ષીર-નીરવત્ રહેલાં અનંત અનંત કર્મોનો નાશ કરવો છે. તે માટે અપ્રમત્ત ભાવે ચારિત્રધર્મનું પાલન કરીશ. મારાં મહાવ્રતોને એક પણ અતિચાર નહીં લાગવા દઉં. મનમાં એક પણ અશુભ વિચારને પ્રવેશવા નહીં દઉં. સતત તત્ત્વચિંતનમાં મનને પ્રવૃત્ત રાખીશ. તે માટે ગુરુદેવનાં ચરણોમાં વિનયથી બેિસીને જ્ઞાન પ્રાપ્ત કરીશ.
ક્ષમાને આત્મસાત્ કરીશ. સમતાભાવે ઘોર ઉપસર્ગો સહન કરીશ, ગમે તેવા ઘોર ઉપસર્ગ કરનારાઓ પ્રત્યે રોષ નહીં કરું. એમને જમા આપીશ. અને જ્યારે ગુરુદેવ મને અનુજ્ઞા આપશે ત્યારે શૂન્યગૃહોમાં જઈને, ગિરિ-ગુફાઓમાં જઈને, સ્મશાનમાં જઈને, નિર્ભય બનીને, ધ્યાનસ્થ દશામાં ઊભો રહીશ.
શરીર પરનું મમત્વ નાશ પામવાથી હું નિર્ભય બનીશ. શરીર પર ગમે તેવાં કષ્ટ પડશે, હું ધ્યાનથી વિચલિત નહીં થાઉં. આ શરીર “હું” નથી. હું શરીરથી ભિન્ન આત્મા” છું. અજર-અમર છું, શાશ્વત છું. હું મરતો નથી. હું છેદાતો નથી. ભદાતો નથી. મારા સ્વભાવમાં દુઃખ નથી, મારા સ્વભાવમાં જન્મ નથી, મૃત્યુ નથી.”
મહારાજા વિશુદ્ધ વિચારધારામાં વહેવા લાગ્યા. તેમણે વિચાર્યું : “આવતી કાલે પ્રભાતે મારે પૂજ્ય ગુરુદેવ પાસે... તેઓ જ્યાં બિરાજમાન હશે ત્યાં જવાનું છે. અમે પગે ચાલીને જઈશું. ત્યાં જઈને ચારિત્ર ગ્રહણ કરીશું... કેશાંચન કરીને સાધુનાં વસ્ત્રો ધારણ કરીશું... તો પછી આ રાત શા માટે પ્રમાદમાં પસાર કરવી? આ રાત્રિ હું ભાવ-સાધુતામાં પસાર કરી શકું! ભાવથી હું સાધુ બની શકું! ભાવથી હું શ્રમણ બની શકું. નિદ્રાનો ત્યાગ કરી, મહેલના જ પરિસરમાં... એક એકાંત સ્થાનમાં જઈને કાયોત્સર્ગ-ધ્યાનમાં ઊભો રહી જાઉં!
વસ્ત્ર ભલે ગૃહવાસનાં રહે, ભાવથી હું મહાવ્રતોને ધારણ કરી લઉં-વસ્ત્ર પરિવર્તન... દ્રવ્ય-દીક્ષા ભલે ગુરુદેવ આપે, ભાવ-દીક્ષા સ્વીકારી લઉં...!' મહારાજા ગુણસેનને શરીરે રોમાંચ થઈ ગયો. હૃદયમાં હર્ષનો અનુભવ થયો.
ભાગ-૧ ( ભવ પહેલો
૧૮
For Private And Personal Use Only