________________
Shri Mahavir Jain Aradhana Kendra
હું એક... અદ્વિતીય બન્યો... હું જ્યોતિસ્વરૂપ છું...
www.kobatirth.org
હવે હું વિચારશૂન્ય અવસ્થામાં પ્રવેશી રહ્યો છું... કોઈ વિચાર નહીં... કોઈ વિકલ્પ નહીં...
અતિ જીર્ણ, કૃશ અને કદરૂપું શરીર છૂટી ગયું.
અગ્નિશર્માનો આત્મા તપઃસંચિત પુણ્યપ્રાભાર લઈ, ભવનપતિ દેવલોકમાં... દિવ્ય મહેલની દિવ્ય શય્યામાં અવર્કરત થયો. અલ્પ સમયમાં તેણે પોતાનું વૈક્રિય શરીર નિર્મિત કર્યું... અને દેવાંગનાઓએ મનોહર ગીત ગાવાનાં શરૂ કર્યાં, દેવશય્યામાં ઉત્પન્ન થયેલા અભિનવ દેવ પર દેવીઓ પુષ્પ વરસાવવા લાગી. ત્રણ તારવાળી વીણાને વગાડવા લાગી અને દિવ્ય હાવ-ભાવ સાથે નૃત્ય કરવા લાગી.
૧૦૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૂતન દેવની ઉત્પત્તિ જાણીને હર્ષિત દેવોએ સિંહનાદ કર્યો. એ વખતે સુંદર દેહાકૃતિવાળો દેવ શય્યામાંથી ઊભો થાય છે. દેવાંગનાઓ ‘જય જય નંદા! જય જય નંદા!’ બોલતી તેની સ્તુતિ કરે છે. દેવો નમન કરે છે.
‘આવું દિવ્ય ક્ષેત્ર,
આવી દિવ્ય વિભૂતિ..
આવાં દિવ્ય સ્ત્રી-પુરુષો...!
આ બધું જોઈને એ નુતન દેવ વિચાર કરે છે :
‘પૂર્વજન્મમાં મેં કેવાં ધર્મ-કાર્યો કર્યાં હશે કે જેનું આ દિવ્ય ફળ મને પ્રાપ્ત થયું? મેં કોઈ યજ્ઞ કર્યો હતો?
મેં કોઈ દાન દીધું હતું?
મેં કોઈ હવન કર્યો હતો?
મેં કોઈ તપ કર્યો હતો?
મેં કેવી અપૂર્વ... દિવ્ય સંપત્તિ પ્રાપ્ત કરી છે!
તેણે પોતાના ‘વિભંગજ્ઞાન'થી પોતાનો પૂર્વજન્મ જોયો.
‘સુપરિતોષ’ તપોવનમાં એણે પોતાનો કદરૂપો મૃતદેહ જોયો... એની તપશ્ચર્યા જાણી... તાપસોને જોયા... અને સાથે જ રાજા ગુણસેનને જાંયા...
રાજમહેલના પાછળના ભાગમાં... ધ્યાનલીન બનીને ઊભેલા મહારાજાને જોયા.... જોતાં જ એની ભૃકુટી તણાઈ. તેની આંખો પહોળી થઈ. અને તે દેવ પ્રચંડ રોષથી ધમધમી ઊઠ્યો,
‘આ દુષ્ટ છે...’
For Private And Personal Use Only
ભાગ-૧. ભવ પહેલો