________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવના દુષ્ટ વિચારો શરૂ થયા. દિવ્ય લોકમાં... દિવ્ય વિભૂતિ અને દિવ્ય પરિવાર પામવા છતાં, એ બધું જ ભૂલીને... એ ગુણસેન તરફ એકાગ્ર બન્યો.
આ પાપી રાજા છે. એણે મને ઘોર ત્રાસ આપ્યો હતો. મારી કદરૂપી દેહાકૃતિ જોઈને મારો ઘોર ઉપહાસ કર્યો હતો. મારી અસહ્ય કદર્થના કરી હતી.'
દેવના જ્ઞાનલકમાં ભૂતકાળની ઘટનાઓ... એક પછી એક દેખાવા માંડી... એનો રોષ વધતો ચાલ્યો.
એને મારીશ... હું એને જીવતો સળગાવીશ. મને એણે ભૂખે માર્યો હતો.... હું એને આગમાં સળગાવીશ... એ રાજા છે તો શું થઈ ગયું? હું દેવ છું. વિદ્યુત્કુમાર દેવ છું! એના જેવા હજારો રાજાઓને પલવારમાં બાળીને ભસ્મ કરી શકું છું, પરંતુ આ દુષ્ટ રાજાને એવી રીતે ક્ષણવારમાં નથી મારવો... હું ત્યાં જાઉં.. આખી રાત એને રિબાવું... ઘોર વેદના આપતાં... આપતાં. એનો નાશ કરું.. એને મારીશ.” તો જ મારા મનને સુખ મળશે... મને લાખો વર્ષ સુધી રિબાવી રિબાવીને મારવામાં આનંદ મેળવ્યો છે. હું એક રાતનો આનંદ તો મેળવું...!
એણે મારા અક્ષમ્ય અપરાધ કરેલો છે. એના અપરાધની સજા છે મોત... હું એને મારીશ... મારીશ., ને મારીશ.. - વિદ્યુતુકુમાર દેવ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજમહેલમાં ઊતરી આવ્યો. સીધો એ ગુણસેન રાજાની સામે જ ઊતરી પડ્યો.
તેણે દાંત કચકચાવ્યા... રૌદ્ર રૂપ ધારણ કર્યું... પરંતુ રાજર્ષિ ગુણસેન તો ધ્યાનલીન હતા. તેમની આંખો બંધ હતી. તેઓ અગમ-અગોચર દુનિયામાં... શુન્યમાં ડૂબી ગયેલા હતા.
ત્યાં દેવે અત્યંત ગરમ ગરમ રેતીનો વરસાદ ગુણસેન પર શરૂ કર્યો. દેવ હતો એ! તેની પાસે દિવ્ય શક્તિઓ હતી. દુષ્ટ દેવ પોતાની દિવ્ય શક્તિઓનો ઉપયોગ સંહાર માટે કરતો હોય છે.
સળગતી.. જ્વાળાઓ ઓકતી એ રેતી.. માનવદેહ પર વરસતી રહે... ક્યાં સુધી માનવદેહ ટકે? છતાં દેવ એ માનવદેહને મરવા દેતો નથી. એને તો એ દેહને રિબાવવો છે.
રાજર્ષિ સાવધાન થઈ ગયા. જરાય આઘાપાછા થયા નહીં. આંખો પણ ખોલી નહીં. તેમણે મૃત્યુને મહોત્સવ બનાવનારું દિવ્ય ચિંતન આરંભી દીધું.
તેઓ મહાન સાત્ત્વિક હતા. નિર્ભય અને અનાકુલ હતા. આ માટે જ વરસતી આગમાં બળતા શરીરે... આ મહાપુરુષ સ્વસ્થ મનથી અપૂર્વ ચિંતન કરી શકે છે! શ્રી સમરાદિત્ય મહાકથા
Aો
છે
૧
For Private And Personal Use Only