________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારા મૃત્યુ પછી તું શિખીકુમાર પાસે જજે. તેમને કહેજે કે તમારા પિતાએ મૃત્યુને મહોત્સવરૂપ બનાવ્યું છે... એમને મારી વંદના કહેજે. ગુરુદેવને પણ મારી વંદન કહેજે. બસ, પછી તેઓ સમાધિસ્થ થઈ ગયા. મધ્યાહ્નકાળે તેઓ કાળધર્મ પામ્યા.
મહારાજા આવ્યા. પ્રધાનમંડળ આવ્યું. અને લાખો પ્રજાજનોથી કૌશામ્બીના રાજમાર્ગો ઊભરાઈ ગયા. અશોકવનમાં... કે જ્યાં આપે મહાપ્રવ્રજ્યા સ્વીકારી હતી, તે સ્થળે તેઓનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. સમગ્ર નગરમાં ઘેરા શોકનું વાતાવરણ સર્જાઈ ગયું.
આપની માતાનો કલ્પાંત જોયો જતો ન હતો. તેઓએ દિવસો સુધી અન્ન-પાણી ગ્રહણ ન કર્યું. રુદન કરી-કરીને તેઓની આંખો સૂજી ગઈ... મુખ પર ઘેરી વૃદ્ધાવસ્થા આવી ગઈ... જાણે કે દેહવેલડી સંપૂર્ણ કરમાઈ ગઈ... એમની આસપાસ અનેક સ્ત્રીઓ બેઠેલી જ રહે છે. તેમને સતત આશ્વાસન આપે છેપરંતુ તેમને ચેન નથી... સ્વસ્થતા નથી... સતત વલોપાત જ વલોપાત રહે છે...
મારી તો વાત જ શું કરું? નથી રહી શકાતું કે નથી કરી શકતું. જીવનમાં સૂનકાર વ્યાપી ગયો છે. જીવનનો મોહ મરી પરવાર્યો છે... ઘર... શેરી... નગર.... બધું જ શૂન્ય ભાસે છે...'
આચાર્યશ્રી વિજયસિંહે કહ્યું : “પિંગલદેવ, તમે સુજ્ઞ પુરુષ છો. સંસારની વાસ્તવિકતા તમે જાણી છે, વિચારી છે. જન્મ અને મૃત્યુના તત્ત્વજ્ઞાનને આત્મસાત્ કર્યું છે... તમારે વહેલામાં વહેલી તકે શોકમુક્ત થવું જોઈએ. શોક મુક્ત થઈને એવું જીવન જીવવું જોઈએ કે મહાત્મા બ્રહ્મદત્ત જેવું સમાધિમૃત્યુ પ્રાપ્ત થાય. જીવનની સફળતા સમાધિ-મૃત્યુમાં રહેલી છે, અને સદ્ગતિની પ્રાપ્તિ સમાધિમૃત્યુથી જ થાય છે.'
હે શ્રમણો અને શ્રમણીઓ, આપણે તો પ્રતિપળ સમાધિમરણની અભિકાંક્ષા સાથે જ વિચારવાનું છે. ભલેને આ પળે જ મૃત્યુ આવે, આપણે નિર્ભયતાથી સમાધિપૂર્વક તેને ભેટીએ. એક વાત ના ભૂલશો કે મૃત્યુ નિશ્ચિત છે! કષાયોનો ઉપશમથી જ ચિત્તસમાધિ પ્રાપ્ત થાય છે. માટે ક્રોધ, માન, માયા અને લોભને ઉપશાત્ત કરો. એ માટે ક્ષમા, નમ્રતા, સરળતા અને નિલભતાને આત્મસાત કરો.
હે મુનિશ્રેષ્ઠ શિખી, તમારા જેવા પુત્રરત્નને પામીને ખરેખર, બ્રહ્મદત્ત જીવન જીતી ગયા. એમના મૃત્યુને શોક તમારા પ્રબુદ્ધ આત્માને આર્તધ્યાન નહીં કરાવી શકે. જીવનની અનિત્યતાનું ચિંતન તમને ધર્મધ્યાનમાં જોડી રાખશે. તમારા કપાયો ઘણા-ઘણા ઉપશાંત થઈ ગયા છે. તમે તમારા આત્માને વશ કર્યો છે..
હે આયખાનું, તમારી માતાના શોકને દૂર કરી ધર્મધ્યાનમાં જોડવા માટે તમારે કિશામ્બી તરફ પ્રયાણ કરવાનું છે...” ૪૭છે.
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only