________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[Y G૮]
એક શત મુનિવરોની સાથે શિખીકુમાર આચાર્યે કૌશામ્બી તરફ પ્રયાણ કર્યું. ગુરુદેવશ્રી વિજયસિંહ પ્રિયંકરા નગરીમાં રોકાયા.
કૌશામ્બીના “મેઘવન' નામના રમણીય ઉદ્યાનમાં શિખીકુમારે સ્થિરતા કરી. મહારાજા અજિતસેનને વનપાલકે વધાઈ આપી :
મહારાજા, આજે પ્રભાતે શિખીકુમાર મહામુનિ એક શત મુનિવરો સાથે મેઘવનમાં પધાર્યા છે. જેમ તારાઓમાં ચંદ્ર શોભે તેમ મુનિર્વાદમાં તેઓ શોભી રહ્યા છે.' રાજા અજિતસેને હર્ષિત થઈને વનપાલકને પ્રીતિ-દાન આપ્યું. પાસે રહેલા રાજપુરુષને આજ્ઞા કરી :
નગરમાં ઘોષણા કરાવી દો કે મહામંત્રી બ્રહ્મદત્તના સુપુત્ર અને કૌશામ્બીના શાગાર મહા મુનીશ્વર શિખીકુમાર મેઘવનમાં પધાર્યા છે. સહુ નગરજનો તેઓના દર્શન-વંદન કરી આનંદિત થાય. તેઓનો ઉપદેશ સાંભળી સહુ ધન્ય બને.”
નગરમાં ઘોષણા ચાલુ થઈ ગઈ. નગરમાં હર્ષ રમણે ચડ્યો. લોકોએ બધાં કામ પડતાં મૂકી દીધાં. સુંદર વસ્ત્રો ધારણ કર્યો અને પોતપોતાના વાહનોમાં બેસી મેધવન તરફ ચાલવા લાગ્યા. ઘણા લોકો પગપાળા ચાલવા લાગ્યા. મહારાજા અજિતસેન, પટ્ટરાણી વસંતસેના સાથે હાથી પર બેસીને અનેક રાજપુરુષો અને નગરના અગ્રગણ્ય શ્રેષ્ઠીઓ સાથે મેઘવન તરફ ચાલ્યા.
જોતજોતામાં મેઘવન હજારો સ્ત્રી-પુરુષોથી છલકાવા લાગ્યું. વસંતોત્સવ જેવું વાતાવરણ રચાઈ ગયું. જનસમુદાયે મુનીન્દ્ર શિખીકુમારને ભાવપૂર્વક વંદના કરી. મહારાજા અજિતસેને સપરિવાર આવીને શિખીકુમારને હર્ષિત વદને... પ્રફુલ્લિત નયને વંદના કરી. કુશલપૃચ્છા કરી. ત્યારબાદ મુનિરાજે ત્યાં ઉપસ્થિત જનસમુદાયને ધર્મદેશના આપી..
આષાઢી મેઘની ગર્જના જેવી ગંભીર, મધુ-સાકર અને શેરડી જેવી મધુર
ગોપાંગનાઓ પણ સમજી શકે તેવી સરળ... સહુ શ્રોતાઓ રોમાંચિત થયા. આકર્ષિત થયા અને ધર્માભિમુખ થયા. દેશના પૂર્ણ થઈ. ધીરેધીરે જનસમૂહ વિખરાવા માંડ્યા. જેઓ મહામંત્રી બ્રહ્મદત્તનાં સ્વજનો હતાં, નિકટના મિત્રો હતા તેઓ રોકાયા. શિખીકુમારની નિકટ બેસી ગયા. એક પછી એક સ્વજનોએ બ્રહ્મદત્તના ગુણો, ઉપકારો અને બુદ્ધિચાતુર્યની પ્રશંસા કરવા માંડી. સહુનાં હૃદય ગદ્ગદ બન્યાં. સહુની આંખો ભીની બની. નગરશ્રેષ્ઠીએ કહ્યું : શ્રી સમરાદિત્ય મહાકથા
૭
For Private And Personal Use Only