________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘શિખી, મહાભાગ પિંગલદેવ સમાચાર લઈને આવ્યા છે કે બ્રહ્મદત્ત સમાધિમૃત્યુને
વર્ષા છે....
*વક્?’
‘આયુષ્યમાન્, બ્રહ્મદત્તના મૃત્યુ-મહોત્સવનો વૃત્તાંત તું પિંગલદેવના મુખે જ સાંભળ.’
શિખીકુમારે પિંગલદેવની સામે જોયું. પિંગલે કહ્યું :
‘મુનિશ્રેષ્ઠ, અમે અહીંથી ગયા, કૌશામ્બી પહોંચ્યા... ત્યારથી મહામંત્રી અસ્વસ્થ હતા. તેમના શરીરમાં અશક્તિ આવી હતી. અશક્ત શરીરને રોગોએ ઘે૨ી લીધું. તેઓએ મને કહ્યું :
‘પિંગલ, હવે આ માટીનું ઘ૨ જૂનું થયું છે... જીર્ણ થયું છે... ક્યારે પણ એ તૂટી પડે... એ પૂર્વે મારે મારા આત્માને ઉપશાન્ત કરવો છે. મારા કષાયો ઉપશાન્ત થઈ જાય... બસ, હું શ્રી નવકારમંત્રના ધ્યાનમાં આ દેહ છોડી જાઉં...'
મેં તેઓને કહ્યું : ‘આપ ઉપશાન્ત છો... આપ આ પરિવારને, આ રાજ્યને... અને આ દેહને ભૂલી જાઓ... અને વિશુદ્ધ આત્માને જુઓ... આ જગત મિથ્યા છે. કલ્પના છે... સ્વપ્ન છે. હે પૂજ્ય, સ્વપ્ન પૂરું થવામાં છે... ત્યારે આત્મભાવમાં લીન થાઓ...’
ત્યારે તેઓએ કહ્યું : ‘પિંગલ, મને એક વ્યક્તિ સિવાય બીજું કોઈ યાદ નથી આવતું... મારી સ્મૃતિમાં એક માત્ર શિખીકુમાર છે... એ મહાત્માના પ્રશાન્ત મુખને હું ભૂલી શકતો નથી... મને મૃત્યુનો ભય નથી... જીવનનો મોહ નથી... દુનિયાની કોઈ માયા નથી... મારી ચારે બાજુ પ્રકાશ... પ્રકાશ ફેલાયો છે...’
શિખીકુમારની આંખો ભીની થઈ... પિંગલે કહ્યું : ‘મહામંત્રી પ્રતિદિન મારી સાથે આવી વાતો કરતા રહેતા. એમની પાસે રાત-દિવસ હું રહેતો હતો. મહારાજાથી માંડીને નગરના સામાન્ય પ્રજાજનો મહામંત્રીની કુશળતા પૂછવા આવતા હતા. સહુના હૃદયમાં દુઃખ હતું... કારણ કે મહામંત્રીએ પ્રજાનાં દુઃખો દૂર કરવાનો જીવનભર પુરુષાર્થ કર્યો હતો. તેઓ પરોપકાર-પરાયણ હતા... લગભગ એક માસ તેઓ રોગશય્યા પર રહ્યા. શરીરમાં વેદનાઓ શરૂ થઈ ગઈ હતી, છતાં તેમના મુખ પર વેદનાની એક રેખા પણ ઊપસી આવી ન હતી...
છેલ્લા દિવસે પ્રભાતે મને કહ્યું : ‘પિંગલ, મને કોઈ હર્ષ કે શોક નથી... મને કોઈ સુખ-દુઃખનો વિચાર નથી. હું સ્વસ્થ છું. આજે હું અન્ન-પાણી ગ્રહણ નહીં કરું... હું અરિહંત પરમાત્માના ધ્યાનમાં લીન બનું છું...
મારું દેહબંધન તૂટી જાય... પછી તમે કોઈ શોક ના કરશો. કારણ કે હું મૃત્યુને વશ નથી થતો, મૃત્યુને ભેટું છું... મારું મૃત્યુ મહોત્સવરૂપ બનશે... બસ, એક કામ કરજે...
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
894