________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવૃત્ત જીવો પ્રત્યે સદુભાવ જરૂર પ્રગટે છે! શું મારી જે ભૂમિકા છે, તે ભૂમિકાને અનુરૂપ છે આ ભાવ-સૃષ્ટિ?
મુનીન્દ્ર શિખીકુમારની વિચારધારા અટકી પડી. તેમને લાગ્યું કે કોઈ તેમની પાછળ આવીને ઊભું રહી ગયું છે. તેમણે પાછળ જોયું. બે બાળ મુનિ આગળ આવ્યા :
‘મસ્થ વંમ મવંત, આચાર્યભગવંતે આપને બોલાવવા અમને મોકલ્યા છે. ક્ષમા કરજો ભદંત, અમે આપના ધર્મચિંતનમાં વિક્ષેપ કર્યો.'
પરંતુ તમે ક્યારના આવીને અહીં ઊભા છો મુનિવરો?” “સંપ્રતિ!'
બંને બાળ મુનિઓના મસ્તકે હાથ મૂકી, વાત્સલ્ય વરસાવ્યું. અને તેઓ બાળ મુનિઓ સાથે ગુરુદેવ પાસે જવા ચાલ્યા.
મહાનુભાવો, તમને ખબર છે શું.... મને શા માટે ગુરુદેવે યાદ કર્યો?” હા જી, ભદંત, કૌશામ્બીથી કોઈ મહાનુભાવ પધારેલા છે...' કૌશામ્બીથી?’
હા જી ભદંત...” શિખીકુમાર વિચારમાં પડી ગયા. કોણ આવ્યું હશે કૌશામ્બીથી આ સમયે? કોઈ સામાન્ય વંદનાર્થી આવ્યો હોય તો ગુરુદેવ મને બોલાવે નહીં... વ્યક્તિ કોઈ મહત્ત્વપૂર્ણ હોવી જોઈએ. હું ગુરુદેવની અનુજ્ઞા લઈને જ આ પ્રદેશમાં આવ્યો હતો...'
ભદંત મુનીન્દ્ર, એ મહાનુભાવ પિતાજી સાથે આવ્યા હતા, અને આપની સાથે તત્ત્વચર્ચા કરી હતી.”
ઓહ... પિંગલદેવ આવ્યા છે? તો તો પિતાજીનો જ કોઈ સંદેશ લઈને આવ્યા હશે!' તેઓ ત્વરાથી ગુરુદેવ પાસે પહોંચી ગયા. ગુરુદેવને વંદના કરી, તેઓ ગુરુદેવની નિકટ બેઠા. ત્યાં પિંગલદેવે ઊભા થઈને શિખીકુમારને વંદના કરી. પિંગલ દેવના મુખ પર ઉદાસી છવાયેલી હતી. તેમની આંખો ભારે લાગતી હતી... જાણે કે કેટલીય રાતોના ઉજાગરા હોય તેવી.
આચાર્યદેવે કહ્યું : “વત્સ, આ સંસારમાં જન્મ-જીવન અને મૃત્યુની ઘટમાળ ચાલે જ છે ને?”
હા ભગવંત, અનંતકાળથી ચાલે છે..” “સુજ્ઞ પુરુષો એમાં રાગ દ્વેષ કરતા નથી. હર્ષ કે ઉદ્વેગ તેઓને સ્પર્શી શકતા નથી.” “સત્ય છે આપની વાત ભગવંત...'
શિખીકુમાર, એક સચ્ચરિત્ર સપુરુષ મૃત્યુને વરતાથી ભેટ્યો છે. એણે મૃત્યુને મહોત્સવ બનાવ્યું છે...” આચાર્યદેવ થોડી ક્ષણો મૌન રહ્યા. શિખીકુમાર પણ મૌન રહ્યા, ૪૭૪
ભાગ-૧ % ભવ ત્રીજો
For Private And Personal Use Only