________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આ બધો ભાવધર્મ છે, જે મનુષ્ય આ ભાવધર્મની આરાધના કરે છે, તે પરમ શક્તિ પામે છે. પરમ સમતા પામે છે.
આ રીતે કુમાર, દાન-શીલ-તપ અને ભાવ-ચાર પ્રકારના ધર્મનું પાલન કરીને તું આ જીવનને ધન્ય બનાવ. ધર્મથી જ આત્માનું કલ્યાણ થાય છે.
શિખીકુમારે કહ્યું : ‘ગુરુદેવ, આપે ચાર પ્રકારનો જે ધર્મ બતાવ્યો, અને એના પ્રભાવી બતાવ્યા, તે યથાર્થ છે, એમાં કોઈ શંકા નથી, પરંતુ મને એમ સમજાય છે કે દાનધર્મ સિવાય બાકીના ત્રણ ધર્મોનું પાલન, સારી રીતે ગૃહસ્થ ન કરી શકે. એ શ્રમણપણામાં, સાધુજીવનમાં જ શક્ય લાગે છે.
ગુરુદેવ, એ શ્રમણજીવન જીવવા માટે કેવો મનુષ્ય યોગ્ય ગણાય? કારણ કે આ શ્રમણજીવન સહેલું નથી.
આચાર્યદેવે કહ્યું : તારો પ્રશ્ન ઉચિત છે. શ્રમણજીવન જીવનાર મનુષ્યમાં આટલી યોગ્યતાઓ હોવી જોઈએ.
* તે ‘આર્ય’ હોવો જોઈએ.
* ઉચ્ચ જાતિમાં, ઉચ્ચ કુળમાં જન્મેલો જોઈએ.
* જેનાં પાપકર્મો ઘણાં ક્ષીણ થઈ ગયાં હોય,
* જેની બુદ્ધિ નિર્મળ હોય,
* સંસારનાં યથાર્થ સ્વરૂપનો જ્ઞાતા જોઈએ...
* પરિપક્વ વૈરાગ્યવાળો જોઈએ.
* જેના કષાયો મંદ હોય.
* અલ્પ હાસ્યવાળો હોય.
* જેનામાં કૌતુકવૃત્તિ ના હોય.
* વિનીત જોઈએ.
* શિષ્ટ પુરુષોને માન્ય હોય, * દ્વેષી ના જોઈએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* સુંદર દેહાકૃતિવાળો જોઈએ.
♦ તેની શ્રદ્ધા સ્થિર જોઈએ.
* જિનશાસનને સમર્પિત જોઈએ.
804
શિખીકુમારે કહ્યું : ‘ગુરુદેવ, આપે કહેલી બધી વાતો મને ગમી છે. હું આપને સમર્પિત થાઉં છું. આપ કહો તે પ્રમાણે ક૨વા તત્પર છું.’
For Private And Personal Use Only
ભાગ-૧ * ભવ ત્રીજો