________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુમાર આવે કે કુમારના દોસ્તો આવે... કોઈને પુરોહિતના ઘરમાં પ્રવેશવા નહીં દે. જરૂર પડે લડી લેશે.'
‘તમે તમારી રીતે સારી વ્યવસ્થા ગોઠવી છે. જો કે કુમાર અને એના મિત્રો હવે આવશે જ નહીં..' નગરશ્રેષ્ઠીએ કહ્યું.
પુરોહિત યજ્ઞદત્ત બોલ્યા : “આપ સહુએ મારા પરિવાર પ્રત્યે ખૂબ સહાનુભૂતિ બતાવી છે. ઘોર ત્રાસમાંથી છોડાવવા પ્રયત્ન કર્યો છે. હું આપ સહુનો ઉપકાર ક્યારેય નહીં ભૂલી શકું.'
પુરોહિત, આજે પ્રત્યક્ષ રીતે આ પ્રસંગ તમારો છે, પરંતુ પરોક્ષ રીતે આ પ્રશ્ન સમગ્ર પ્રજાનો છે. આજે તમારો વારો છે, કાલે મારો વારો આવે.. રાજા પ્રજાને સુખ આપી શકે, દુઃખ નહીં. રાજા પ્રજાની રક્ષા કરે, પ્રજાનું ઉત્પીડન ના કરી શકે. માટે રાજાઓ ઉપર અનુશાસન જરૂરી હોય છે. અલબત, મહારાજા પૂર્ણચન્દ્ર પ્રજાવત્સલ રાજા છે... કુમાર કુતૂહલપ્રિય હોવાથી ને એવા જ સંસ્કારરહિત મિત્રો મળવાથી ખોટા રસ્તે ચઢી ગયા છે. મહારાજા તેમનું અનુશાસન કરીને સાચા રસ્તે લઈ આવશે. બાકી તો, ક્યારેક એક વ્યક્તિના ઘોર પાપોદય થાય છે ત્યારે સાચા માણસો પણ ભૂલ કરી બેસે છે... ને એ વ્યક્તિને અન્યાય કરે છે. તમે તો શાસ્ત્રોના જ્ઞાતા છો. તમારા પુત્રને ધર્મનો ઉપદેશ આપી સાંત્વના આપતા જ હશો.”
નગરશ્રેષ્ઠિ, જ્યારે ઘોર વેદનાથી મનુષ્ય વલવલતો હોય છે ત્યારે ધર્મનો ઉપદેશ તેને શાન્તિ આપી શકતો નથી. એ વખતે તો એની વેદનાને દૂર કરવી કે હળવી કરવી, એ જ શાન્તિ આપવાનો માર્ગ છે, અને આપ મહાજનોએ ખરેખર, મારા પુત્રની ઘોર.. અસહ્ય પીડાને દૂર કરવા સક્રિય પગલાં ભર્યા છે. અમારા પર પરમ ઉપકાર કર્યો છે.”
તે છતાં નિશ્ચિત ન બનતા, જાગતા રહેજો... યુવાનીનો ઉન્માદ ક્યારેક અનુશાસનની બેડીઓ તોડી નાંખે છે, મર્યાદાઓની રેખાઓને ભૂસી નાંખે છે. રાજકુમાર અને એના મિત્રો ગમે ત્યારે હુમલો કરીને તમારા પુત્રને ઉપાડી જાય...”
નગરશ્રેષ્ઠીએ સહુનો ઉચિત આદર-સત્કાર કરી, પ્રેમથી વિદાય આપી.
સેક
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only