________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જો મને માર્ગ સૂઝતો હોત તો તમને શા માટે અહીં ભેગા કરત?” ઝેરીમલે કહ્યું : “મને પણ કંઈ સમજાતું નથી.' શત્રુને કહ્યું : “મને પણ કોઈ ઉપાય જડતો નથી." કુમારે ત્રણે મિત્રો સામે જોયું. તે મંત્રણાખંડમાં આંટા મારવા લાગ્યો.
મહાજનો મહારાજાને મળ્યા પછી મહામંત્રીને મળ્યા હતા. તે પછી સેનાપતિને પણ મળ્યા હતા. કૃષ્ણકાંતના પિતાને પણ મળીને વાત કરી હતી. એટલે એ લોકોએ પોતપોતાના દીકરાઓને સમજાવીને, કુમારને આવા અકાર્યમાં સાથ નહીં આપવા, કડક સૂચનાઓ આપી હતી.
કુમારે ત્રણે મિત્રોને સંબોધીને કહ્યું : “ભલે, જેવી તમારી ઇચ્છા.... હું ઉપાય વિચારીશ અને જો ઉપાય જડશે તો તમને કહીશ. હમણાં આપણે છૂટા પડીએ.'
ગુણસેન કૃષ્ણકાંતના ઘરેથી નીકળીને રાજમહેલમાં આવ્યો. તેને લાગ્યું કે મિત્રોએ તેનો સાથ છોડી દીધો છે. એનું મન રોષ, નિરાશા અને અસહાયતાની ભાવનાથી ઉદ્વિગ્ન બની ગયું હતું. તે સીધો જ પોતાના શયનખંડમાં પહોંચી ગયો. વસ્ત્રપરિવર્તન કરીને તે પલંગમાં પડ્યો.
૦ ૦ ૦ નગરશ્રેષ્ઠીની હવેલીમાં મહાજનો ભેગા થયા હતા. સહુના મુખ ઉપર ગંભીરતા છવાયેલી હતી. સહુ મૌન હતા. થોડીવારમાં પાંચ બ્રાહ્મણ આગેવાનો સાથે પુરોહિત યજ્ઞદને હવેલીના મંત્રણાખંડમાં પ્રવેશ કર્યો. નગરશ્રેષ્ઠીએ આવકાર આપ્યો. યજ્ઞદત્તને પોતાના પાસે બેસાડ્યો અને કહ્યું :
પુરોહિત, હવે તમે નિશ્ચિત રહો. તમારા પુત્રની સુરક્ષાનો અમે પાકો બંદોબસ્ત કર્યો છે. હવે તેને રાજકુમાર પ્રાયઃ નહીં સતાવે. અમે મહારાજાને મળી આવ્યા છીએ. મહારાજા, રાજકુમારની પ્રવૃત્તિથી અજાણ હતા. એમણે શાન્તિથી અમારી વાત સાંભળીને અમને આશ્વસ્ત કર્યા છે.'
નગર શ્રેષ્ઠી, કદાચ કુમાર માની જશે. પણ એના મિત્રો મહાશેતાન છે... એ લોકો...
પુરોહિત, અમે એ મિત્રોના પિતાઓને પણ સાવધાન કરી દીધા છે. એ મિત્રો રાજકુમારને સાથ નહીં આપે.” 'તો તો આપનો મહાન ઉપકાર...'
એક બ્રાહ્મણ-અગ્રણીએ કહ્યું : “અમે પણ પુરોહિત પરિવારની રક્ષા માટે યુવાનોને સાબદા કર્યા છે. પુરોહિતના ઘરની આગળ સો-સો શસ્ત્રસજ્જ યુવાને બેસી રહેશે. ૧૮
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only