________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુ:ખમાંથી દ્વેષ જન્મ અને દુઃખમાંથી વૈરાગ્ય પણ જન્મ. અગ્નિશર્માના ચિત્તમાં વૈરાગ્યભાવ જખ્યો.
લોકો તરફથી મારે ઘોર તિરસ્કાર સહન કરવો પડે છે, ઘોર ત્રાસ અને નરકની વેદના સહવી પડે છે. કોઈ મને બચાવી શકતું નથી. નથી મારા પિતા મારી રક્ષા કરી શકતા, નથી મારી માતા મને બચાવી શકતી... કેવી મારી અનાથતા છે? કેવી મારી અસહાયતા છે? આખા નગરમાં ઘોર પીડા હું એકલો જ સહન કરું છું.... મારા સિવાય બીજા કોઈને આવી પીડા સહવી પડતી નહીં હોય. કેમ આવું? મારા પિતાના મુખે ક્યારેક મેં સાંભળ્યું છે : “પાપથી દુ:ખ આવે, ધર્મથી સુખ મળે.'
અવશ્ય, મેં પૂર્વજન્મમાં પાપ કર્યો હશે. પૂર્વજન્મમાં મારા જીવે બીજા જીવોનો તિરસ્કાર કર્યો હશે! બીજા જીવોને ત્રાસ આપ્યો હશે! બીજા જીવોને દુઃખી કર્યા હશે! એનું ફળ આ જનમમાં મને મળ્યું છે!
હા, નહીંતર આ જનમમાં મેં કુમાર ગુણસેનનું કંઈ બગાડ્યું નથી! એને મેં દુઃખ આપ્યું નથી, એના મિત્રોને મેં ત્રાસ આપ્યો નથી. છતાં એ લોકો મને શા માટે દુઃખ આપે છે? શા માટે ભયંકર ત્રાસ આપે છે? પિતાજી કહે છે : “કારણ વિના કાર્ય થતું નથી.” આ જનમમાં એવું કોઈ પાપ મેં કહ્યું નથી કે જેના કાર્યરૂપે આવું ઘોર દુઃખ સહવું પડે. માટે માનવું જ પડે કે પૂર્વજન્મમાં મેં પાપ કરેલાં છે.
આ તો મારું અનુમાન છે. કાર્ય ઉપરથી કારણનું અનુમાન થાય છે. બાકી તો સર્વજ્ઞ મહાપુરુષો કાર્ય-કારણને પ્રત્યક્ષ જોતા હોય છે.
કેવું બેઢંગું... કદરૂપું શરીર લઈને હું જમ્યો છું. જ્યારે હું નાનો હતો, પરંતુ સમજણો થયો હતો. ત્યારે મારી માતાએ મારા પિતાને પૂછ્યું હતું : “મારી કૂખે આવો કદરૂપો પુત્ર કેમ જભ્યો? મોટા ભાગે પુત્ર કે પુત્રી, માતા પિતાનું રૂપ લઈને, આકાર લઈને જનમતા હોય છે... આપણા પુત્રમાં નથી તમારું રૂપ કે નથી મારું રૂપ. નથી તમારો આકાર કે નથી મારો આકાર.. આવું કેવી રીતે બન્યું હશે?”
હું આંખો બંધ કરીને સુતો હતો, મને ઊંઘ નહોતી આવી. હું માતા-પિતાનો વાર્તાલાપ સાંભળતો હતો... અને સમજતો હતો.
પિતાજીએ કહ્યું : “દેવી, તમારી વાત સાચી છે. પરંતુ એ સર્વ સાધારણ નિયમ છે કે સંતાનમાં માતા-પિતાનાં રૂપ અને આકાર અવતરે. પરંતુ દરેક નિયમને અપવાદ હોય છે. કોઈ સંતાન એવું પણ જન્મ કે જેનામાં માતા-પિતાનાં રૂપ-આકાર ન હોય! આપણો આ પુત્ર, એના પૂર્વજન્મોમાં ઘણાં પાપ કરીને આપણા ઘરમાં આવેલો છે.
ભાગ-૧ * ભવ પહેલો
૨૦
For Private And Personal Use Only