________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી માતાએ પૂછેલું : એ જીવ આપણા જ ઘરમાં કેમ જન્મ્યો? બીજા કોઈ નીચ કુળમાં કેમ ના જન્મ્યો?
પિતાજીએ એનો પ્રત્યુત્તર આપેલો : પૂર્વજન્મોમાં એનાં પાપોમાં આપણે કોઈ ને કોઈ રૂપે અનુમતિ આપી હશે... એનાં પાપોમાં સહયોગી બન્યા હોઈશું... માટે આ જનમમાં, એના દુઃખે આપણે દુઃખી થઈએ છીએ! ભગવાને... ઈશ્વરે એ જીવનો આપણા જ ઘરમાં જન્મ આપ્યો... દેવી, કેટલાંક પુણ્ય-પાપનાં ફળ આ જ જનમમાં મળે છે, કેટલાંક પુણ્ય-પાપનાં ફળ બીજા જનમોમાં મળે છે.
અવારનવાર મારાં માતા-પિતાના મુખે આવી વાતો હું સાંભળતો આવ્યો છું. મારા પિતા જ્ઞાની છે. શાસ્ત્રોનું અગાધ જ્ઞાન તેમણે મેળવેલું છે. મને એમના પ્રત્યે પ્રેમ છે, શ્રદ્ધા છે, આદર છે.
જો કોઈ અજ્ઞાની અને પાપી પિતા હોત તો મારો જન્મ થતાં જ, મારું કદરૂપું શરીર જોતાં જ મને ઉક૨ડામાં ફેંકી દીધો હોત... મને કોઈ જંગલમાં જંગલી પશુએ ફાડી ખાધો હોત... પરંતુ મારું એટલું કોઈ પુણ્ય બચેલું હશે... કે મને કરુણામયી માતા મળી અને જ્ઞાની પિતા મળ્યા.
ક્યારેય પણ મારી માતાએ મારું મન દૂભવ્યું નથી... ભલે નગરના હજારો લોકોએ મારો ઉપહાસ કર્યો, મને ઘોર દુઃખ આપ્યું... પરંતુ મારી વાત્સલ્યમયી માતાએ તો નર્યા પ્રેમથી પોતાના ખોળામાં લઈને દયાનાં આંસુ જ પાડયાં છે...
હું જાણું છું કે આવો કદરૂપો પુત્ર કોઈ માતાને ના ગમે, કોઈ પિતાને ન ગમે... છતાં ઈશ્વરની મારા પર એટલી દયા થઈ છે કે મારાં માતા-પિતાનો મને અગાધ પ્રેમ મળે છે. હા, મારા કારણે, મારા પ્રત્યેના પ્રેમના કારણે તે બંને ઘણાં દુ:ખી છે... મને ખવડાવ્યા વિના તેઓ ખાતાં નથી... મને સુવડાવ્યા વિના સૂતાં નથી. મેં એમને ઘણાં દુ:ખી કર્યાં છે... ક્યાં સુધી એમને દુઃખી કરીશ? જ્યાં સુધી મારું જીવન છે ત્યાં સુધી આ રાજકુમાર અને એના મિત્રો મને છોડવાના નથી... મારી ઘોર કદર્શના કરવાના જ. અને એના કારણે મારાં ઉપકારી માતા-પિતા દુઃખી થયા ક૨વાનાં.
ના, ના, મને એ ગમતું નથી. જ્યારે હું મારી વહાલી માતાને બોર-બોર જેવડાં આંસુ પાડતી જોઉં છું... મારું કાળજું ચિરાઈ જાય છે... જ્યારે જ્યારે ઘોર ઉદાસીના દરિયામાં મારા પિતાજીને ડૂબેલા જોઉં છું... પારાવર દુઃખ થાય છે... શું કરું? ક્યાં જાઉં? હું તો દુ:ખી થાઉં જ છું... મારા માતા-પિતાને પણ દુઃખી કરી રહ્યો છું...
ક્યારેક મને આપધાત કરીને મરી જવાનો વિચાર આવે છે. ક્યારેક જંગલમાં દૂર દૂર ભાગી જવાનું મન થાય છે. ક્યારેક સ્મશાનમાં જઈ કોઈ સળગતી ચિતામાં કૂદી પડવાની ઇચ્છા થાય છે. ક્યારેક મને દુઃખ આપનારા રાજકુમાર અને એના મિત્રોને મારી નાંખવાના વિચારો આવે છે... ભયંકર ક્રોધ આવી જાય છે... પણ
શ્રી સમરાદિત્ય મહાકથા
૧
For Private And Personal Use Only