________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, હું જાણું છું.' મંત્રી મિત્રસેને કહ્યું. “તો તમે સ્વયં જઈને આદરપૂર્વક એ માંત્રિકને શીધ્ર લઈ આવો.” “હમણાં જ લઈને આવું છું.' મિત્રસેન મહેલની બહાર આવી, અચારૂઢ બની માંત્રિકને ત્યાં દોડ્યો. ચોથા પ્રહરનો પ્રારંભ થઈ ગયો હતો, એટલે સિદ્ધમાંત્રિક જાગી ગયેલો હતો. એ એની ઉપાસનામાં બેસે, એ પૂર્વે મિત્રસેને એનાં ઘરનાં દ્વાર ખખડાવ્યાં.
સિદ્ધમાંત્રિકે કહ્યું : “હું મારા બીજા ચાર માંત્રિકોને લઈને શીઘ રાજમહેલમાં પહોંચું છું.”
રાજમહેલમાં નિઃશબ્દ દોડાદોડી ચાલુ થઈ ગઈ હતી. નગરમાં પણ વાત ફેલાઈ ગઈ હતી. ચોથા પ્રહરમાં નગર જાગી ગયું હતું. મહારાજાની શિરોવેદનાએ સહુને વ્યાકુળ બનાવી દીધાં હતાં. નગરશ્રેષ્ઠીઓ પોતપોતાનાં વાહનોમાં બેસી રાજમહેલમાં આવી ગયા હતા.
માંત્રિકોએ અગ્નિકુંડોમાં મંત્રગર્ભિત આહુતિ આપવા માંડી હતી. શાંતિ-કર્મના પ્રયોગો ચાલુ કરી દીધા હતા.
પરંતુ મહારાજાની શિરોવેદના ઘટવાના બદલે વધી રહી હતી. ચોથો પ્રહર પૂરો થયો હતો. પ્રભાત થઈ ગયું હતું. રાજ્યના અધિકારીઓની અવરજવર વધી ગઈ હતી. રાજમહેલના પ્રાંગણમાં અનેક રથ અને સેંકડો અશ્વો આવીને ઊભા હતા.
કુશળ વૈદ્યો, સિદ્ધ માંત્રિકો અને પ્રજ્ઞાવંત તાંત્રિકોના પ્રયોગો મહારાજા ગુણસેનની વેદનાને દૂર કરવામાં નિષ્ફળ ગયા હતા, છતાં પ્રયોગોની પરંપરા ચાલુ હતી.
હંમેશની જેમ, સૂર્યોદય થતાં મહાતપસ્વી અગ્નિશર્મા કુલપતિની અનુજ્ઞા લઈ, પારણા માટે રાજમહેલે આવવા માટે નીકળ્યો.
નીચી દૃષ્ટિ અને ધીમી ગતિએ તેણે નગરમાં પ્રવેશ કર્યો. નગરના રાજમાર્ગો પર શૂન્યતા અને ઉદાસીનતા છવાયેલી તેણે જોઈ. હમેશાં તેને જોઈને મસ્તક નમાવી. અહોભાવથી અભિનંદન કરનાર વસંતપુરના લોકો, એની સામે પણ જોતા નહોતા, એની ઉપેક્ષા કરતા હોય, એવું વાતાવરણ એણે અનુભવ્યું, “આજે આ નગરને શું થયું છે? અનેક તર્ક વિતર્ક કરતો, ભગવાં વસ્ત્રધારી અગ્નિશર્મા મહેલના દ્વારે પહોંચીને, એક બાજુ ઊભો રહી ગયો. કોઈએ એને બોલાવ્યો નહીં, કોઈએ એને આવકાર આપ્યો નહીં, કોઈએ એનું સ્વાગત કર્યું નહીં. કારણ કે સહુનાં મન ચિંતામગ્ન હતાં. સહુની આંખો રાજમહેલના ઝરૂખા તરફ શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only