________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
હતી. સહુ મહારાજા ગુણસેનની કુશળતાનો વૃત્તાંત સાંભળવા અધીર હતા... પરંતુ થોડા-થોડા સમયના અંતરે મહેલમાંથી... ‘હજુ મહારાજાની શિરોવેદના ઘટી નથી, શિરોવેદના અસહ્ય બનતી જાય છે...‘ આ જ વૃત્તાંત સાંભળવા મળે છે.
‘મહારાજાને અડધી રાતે શિરોવેદના ઊપડી હતી.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈદ્યોના ઉપચારો સતત ચાલુ છે.’ ‘શાંતિ-કર્મ થઈ રહ્યું છે.’
‘તાંત્રિક પ્રયોગો પણ થઈ રહ્યા છે.’
‘મહારાજા વેદનાથી અતિ વ્યગ્ર છે, અસ્વસ્થ છે.’
અગ્નિશર્માના કાને આવા બધા શબ્દો અથડાતા હતા. એ વિચારે છે :
‘મહારાજા અસહ્ય વેદનાથી પીડાય છે. આવી પીડામાં એમને મારું પારણું ક્યાંથી યાદ હોય? ન જ રહે યાદ. અને
રાજપરિવાર પણ ચિંતામગ્ન, વ્યથિત અને સેવારત હોય, ત્યારે મારા તરફ એનું લક્ષ ન જાય, તે પણ સ્વાભાવિક છે... જુઓ ને, મને કોઈ બોલાવતું પણ નથી... અહો, આકસ્મિક વિઘ્ન આવી ગયું... હવે મારે અહીં શા માટે ઊભા રહેવું જોઈએ? રાજાની વેદના ક્યારે દૂર થાય... શી ખબર? ખેર, બીજું માસક્ષમણ આજથી શરૂ કરી દઉં....
અગ્નિશર્મા રાજમહેલેથી પાછો ફર્યો... કોઈએ તેને રોક્યો નહીં. કોઈએ તેના આગમનનું પ્રયોજન પૂછ્યું નહીં... રાજપરિવારમાં કોઈ એને ઓળખતું નહોતું કે કોઈને એની પારણા અંગેની પ્રતિજ્ઞાનું જ્ઞાન ન હતું.
અગ્નિશર્માએ તપોવનમાં પ્રવેશ કર્યો.
ફલાંત, શ્રમિત, વ્યથિત અને મ્યાનમુખ અગ્નિશર્માને જોઈને તપોવનના તાપસો એને ઘેરી વળ્યા. એક તાપસે ચિંતાતુર બનીને પૂછ્યું : ‘ભગવંત, શું તમારું પારણું ન થયું?'
બીજા તાપસે પૂછ્યું : ‘પારણું કર્યા વિનાના કરમાયેલા શરીરવાળા તમે કેમ દેખાઓ છો?’
96
ત્રીજા તાપસે પૂછ્યું : ‘શું તમે પારણું નથી કર્યું?’
ચોથા તાપસે પૂછ્યું : ‘શું હજુ સુધી મહારાજા ગુણસેનને ત્યાં આપ પારણું કરવા ગયા જ નથી?’
આમ્રવૃક્ષ નીચે આસન પર બેસીને શાન્તિથી અગ્નિશર્માએ તાપસોને કહ્યું :
‘મહાનુભાવો, હું રાજાના મહેલે ગયો હતો, પરંતુ રાજાનું શરીર અસ્વસ્થ હતું, શિરોવેદનાથી રાજા ત્રસ્ત હતો... તેથી સમગ્ર રાજ્ય પરિવાર ઉદ્વિગ્ન હતો, ચિંતિત હતો...
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only