________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈની આંખોમાં આંસુ હતાં, કોઈ લમણે હાથ દઈને બેઠા હતા, કોઈ ઊંડા નિસાસા નાંખતા હતા... કોઈ, રાજાના આરોગ્ય માટે દેવી-દેવતાઓની બાધાઆખડી રાખતા હતા... નર્યું શોકનું વાતાવરણ હતું. હું તે જોઈ ન શક્યો... અને લાંબો સમય મહેલના દ્વારે ઊભો રહેવા માટે પણ સમર્થ ન હતો, તેથી શીઘ્ર પાછો વળી ગયો...’
એક તાપસે કહ્યું : ‘સાચી વાત છે આપની. મહારાજા ખૂબ વેદનાગ્રસ્ત હશે... નહીંતર આપના ઉપર અત્યંત ભક્તિ અને આદરવાળા મહારાજા આપના સ્વાગત માટે રાજમહેલના દ્વારે જ ઊભા હોત...'
બીજા તાપસે કહ્યું : ‘તાપસો ઉપરની અદ્ભુત ભક્તિ આપણે એમના મહેલમાં નહોતી અનુભવી? એ આપના પારણાનો દિવસ ભૂલે જ નહીં, પરંતુ અચાનક શરીર બગડી ગયું... અને એ રાજા આપને પારણું ના કરાવી શક્યા....’
ત્રીજા તાપસે કહ્યું : ‘એમાં તો શંકા જ નથી... આપના તરફ મહારાજાને અત્યંત બહુમાન છે. પાંચ દિવસ પહેલાં જ્યારે તેઓ તપોવનમાં આવેલા ત્યારે કુલપતિ સમક્ષ આપના અદ્ભુત ગુણોની ઘણી પ્રશંસા કરી હતી, મેં મારા સગા કાને સાંભળી હતી.'
ચોથા તાપસે કહ્યું : ‘જ્યારે મહારાજાને સારું થઈ જશે... કે તરત એમને આપ જ યાદ આવશો, આપનું પારણું યાદ આવશે.. ને મહેલમાંથી સીધા અહીં તપોવનમાં દોડી આવશે! દુઃખી દુઃખી થઈ જશે. મહારાજા ઘણા જ ભાવુક છે... ભક્તિભાવથી ભરેલા છે... આપનું પારણું નહીં કરાવી શકવાનો એમને ભારે રંજ થશે...’
અગ્નિશર્માએ કહ્યું : 'ગુરુસેવક અને ગુરુપૂજક એવા એ મહાનુભાવને શીઘ્ર આરોગ્ય પ્રાપ્ત થાઓ... મારે તો હવે પારણાથી સર્યું... આજથી હું બીજા મહિનાના ઉપવાસની પ્રતિજ્ઞા કરું છું.
છે d
રાજમહેલના દ્વારેથી અગ્નિશમાં પાછો ફર્યો, તપોવન તરફ ચાલ્યો, અને વૈઘોના, માંત્રિકોના અને તાંત્રિકોના શ્રદ્ધાપૂર્વકના પ્રયત્નોનું ફળ જોવા મળ્યું.
મહારાજાની શિરોવેદના ઓછી થઈ. અસ્વસ્થતા ઓછી થઈ. તેમણે મહારાણીને કહ્યું : ‘દેવી, હવે મને સારું છે, સહુને કહી દો કે પોતપોતાના નિત્યક્રમમાં લાગી
જાય.'
મહારાણીની આંખોમાં હર્ષનાં આંસુ આવી ગયાં. તેમણે કહ્યું : ‘કુળદેવતાઓએ મારી પ્રાર્થના સાંભળી...’
‘દેવી...’ કહેતા મહારાજા પલંગમાં બેઠા થઈ ગયા... મહારાણી ચમકી ગયાં... તેમણે મહારાજાના બે હાથ પોતાના હાથમાં લેતાં પૂછ્યું :
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
SE