________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શું થયું આપને નાથ?”
દેવી, આજે પેલા મહાતપસ્વી અગ્નિશર્માને પારણું છે ને? શું એ મહાતપસ્વી મહેલમાં આવી ગયા કે?
નાથ, હું જાણતી નથી... આ ખંડમાંથી બહાર જ નીકળી નથી.. હું મંત્રીને તપાસ કરવા કહું છું.”
અને કહો કે જો એ મહાતપસ્વી મહેલના દ્વારે ઊભા હોય તો મધુર વચનોથી તેમને નિમંત્રણ આપી મહેલમાં પધરાવે એમને હું મારા હાથે જ પારણું કરાવીશ.”
રાજવૈધે બે હાથ જોડીને, નમન કરીને કહ્યું : “હ નરપતિ, આપની શિરોવેદના દૂર થઈ તેથી અમને સહુને અપૂર્વ આનંદ થયો છે, પરંતુ કૃપા કરીને આપ હજુ ચાર પ્રહર વિશ્રામ જ કરો.” ‘વૈદરાજ, હું વિશ્રામ જ કરીશ, પરંતુ એ મહાતપસ્વીને પારણું તો કરાવીશ જ.”
મહારાણીએ મંત્રી યશોધનને પાસે બોલાવીને, અગ્નિશમ તાપસના આગમન અંગે તપાસ કરવાની સૂચના આપી, યશોધન ત્વરાથી રાજમહેલના મુખ્ય દ્વાર ગયો. ત્યાં ઉપસ્થિત માનવમહેરામણમાં અગ્નિશમને શોધવા લાગ્યો. તેને ત્યાં અગ્નિશર્મા ન દેખાય એટલે ત્યાં ઊભેલા નાગરિકને પૂછયું :
ભાઈઓ, અહીં કોઈ એક કૃશકાય ભગવાં વસ્ત્રધારી તાપસ આવેલો ખરો? તમે એને જોયેલો?”
મંત્રીશ્વર, હા તમે કહો છો તેવો તાપસ આવેલો. થોડો સમય ઊભો રહેલો... વારંવાર રાજમહેલ તરફ જોતો હતો... પરંતુ તેને રાજપરિવારમાંથી કોઈએ બોલાવ્યો નહીં, એટલે તે પાછો ચાલ્યો ગયો. પરંતુ મંત્રીશ્વર, એ તો કહો કે મહારાજાની શિરોવેદના ઓછી થઈ?'
ભાઈઓ, મહારાજાની શિરોવેદના દૂર થઈ છે. મહારાજા સ્વસ્થ છે, તમે સહુ હવે પોતપોતાના ઘરે જાઓ.”
મંત્રીએ મહારાજાના શયનખંડમાં આવીને, વિનયપૂર્વક નિવેદન કર્યું : “મહારાજા, તે કૃશકાય તપસ્વી રાજમહેલના દ્વારે આવ્યા હતા ખરા.”
તેમને મહેલમાં લઈ આવ્યા ને?' અધીરાઈથી રાજાએ પૂછ્યું.
મહારાજા, આપની મસ્તકવેદનાએ સમગ્ર રાજપરિવારને અધિક વેદના ઉપજાવેલી. તેથી પરિવારે પોતપોતાનાં કાર્યો છોડી દીધાં હતાં.... કોઈને કોઈ કાર્ય સૂઝતું જ ન હતું. પરિવારના કોઈ સભ્યને એ મહાતપસ્વીની પ્રતિજ્ઞાનું જ્ઞાન પણ ન હતું. તેથી એમની કોઈએ આગતા-સ્વાગતા કરી ન હતી, તેથી અલ્પ સમય રાજમહેલના દ્વારે ઊભા રહીને, કંઈક ઉદ્વિગ્ન બનેલા તેઓ ત્યાંથી પાછા ફરી ગયા હતા...”
રાણી વસંતસેના સામે જોઈને રાજાએ ચિંતાતુર ચહેરે કહ્યું :
80
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only