________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજાના શયનખંડમાં આવી, મહારાણીની આજ્ઞાઓની પ્રતીક્ષા કરતી ઊભી રહી.
“મહારાજાને શિરોવેદના ઊઠી છે. વૈદરાજને બોલાવવા પ્રતિહારી ગયા છે. તમે અહીં ઊભી રહો. વૈદરાજ આવે, મહારાજાના રોગનું નિદાન કરે. પછી ઔષધોપચાર શરૂ થશે.”
મહામંત્રીને બોલાવી લાવીએ?
મહામંત્રી તો ક્ષિતિપ્રતિષ્ઠિત ગયા છે, પરંતુ બીજા ચાર વિચક્ષણ મંત્રીઓ, મંત્રીગૃહમાં રહેલા છે. મંત્રી યશોધનને જગાડો.
બે પરિચારિકાઓ મહેલના દ્વારે ગઈ. મહેલના રક્ષક સૈનિકોને મંત્રી યશોધનને બોલાવી લાવવા કહ્યું. સૈનિકોએ મંત્રીગૃહના રક્ષકોને મંત્રી યશોધનને જગાડીને મહારાજા પાસે મોકલવા કહ્યું.
રાજવૈદ્ય, બીજા પાંચ વિચક્ષણ વૈદ્યોની સાથે, અનેક ઔષધો લઈને રાજમહેલમાં આવી ગયા. મંત્રી યશોધને સાથી મંત્રીઓને પણ જગાડ્યા અને તેઓ પણ રાજમહેલમાં આવી ગયા.
મહેલના દીપકો સતેજ થયા, પરંતુ સહુ લોકોનાં મુખ નિસ્તેજ થયાં હતાં. મહારાજાની શિરોદના વધતી જતી હતી. વૈદ્યોએ મહારાજાના શરીરને તપાસ્યું અને ઔષધ આપ્યું. બીજા ઔષધો તૈયાર કરવા પરિચારિકાઓને માર્ગદર્શન આપ્યું. મહારાણી વસંતસેના ચિંતાતુર ચહેરે મહારાજાનું માથું દબાવતી થોડા-થોડા સમયના અંતરે... ધીમા સ્વરે પૂછે છે : “નાથ, હવે કેમ છે? વેદના ઓછી થઈ?” મહારાજા સંકેતથી ના પાડે છે. મહારાણી વૈદ્યોને કહે છે :
હજુ વેદના ઓછી નથી થઈ.” વૈદ્યરાજ આશ્વાસન આપતાં કહે છે : “ધીરે ધીરે વેદના અવશ્ય ઘટશે.”
ધીરે નહીં વૈદ્યરાજ, વેદના શીઘ ઘટવી જોઈએ. મહારાણીએ આગ્રહપૂર્વક કહ્યું. વૈદ્યોએ પરસ્પર રોગ અને ચિકિત્સા માટે પરામર્શ કરવા માંડ્યો. મહારાજાના મસ્તકે રત્નોના લેપનું વિલેપન કરે છે. તકાળ વેદનાનું શમન કરનારા ઔષધ આપે છે. પરંતુ વેદના ઘટતી નથી....'
હવે મારાથી આ વેદના સહન થતી નથી. મહારાજાએ ધીમા સ્વરે વસંતસેનાને કહ્યું. રાણીએ ત્યાં ઊભેલા ચારે મંત્રીઓને કહ્યું :
મહાનુભાવો, મહારાજાની શિરોવેદના અસહ્ય બનતી જાય છે, કોઈ ઉપાય કરો.” ગમગીન બની ગયેલા વિચક્ષણ મંત્રીઓ તરત જ શયનખંડની બહાર ગયા. યશોધને કહ્યું : “આ વેદનાનું નિવારણ મંત્રો દ્વારા પણ થઈ શકે છે. આ નગરમાં એવા સિદ્ધમાંત્રિકો છે ખરા?’
-
GG
ભાગ-૧ ૪ ભવ પહેલો
For Private And Personal Use Only