________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભલે મનુષ્ય ગમે તેટલી ઇચ્છાઓ કરે, યોજનાઓ કરે અને અભિલાષાઓ સેવે, તેની ઘણી બધી ઇચ્છાઓ નિષ્ફળ જાય છે, યોજનાઓ અધૂરી રહે છે અને અભિલાષાઓ મનમાં જ રહી જાય છે.
ત્યારે મનુષ્ય નિષ્ફળતાઓથી નિરાશ થઈ જાય છે. વ્યથા અને વેદનાથી ઘેરાઈ જાય છે.
કાલે પ્રભાતે, આ પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રના અદ્વિતીય તપસ્વી આપણો મહેલ પાવન કરશે. એમને માસક્ષમણનું પારણું કરાવીને આપણે કૃતપુણ્ય બનીશું....' આવા મનોરથો સેવતાં રાજા-રાણી, રાત્રે પ્રથમ પ્રહરના અંતે નિદ્રાધીન થયાં.
બીજો પ્રહર પૂરો થયો, ત્રીજા પ્રહરનો પ્રારંભ થયો અને રાજા ગુણસેન સફાળા પલંગમાં બેઠા થઈ ગયા. તેમનું માથું દુઃખતું હતું. બે હાથે તેમણે માથું દબાવ્યું.
શયનખંડમાં મંદ-મંદ રત્નદીપકો સળગી રહ્યા હતા. બાજુના પલંગ પર મહારાણી વસંતર્સના નિદ્રાધીન હતી. મહારાજા ગુણસેને રાણીને જગાડવા વિચાર્યું, રાણીના માથે હાથ મૂકીને ધીમા સ્વરે કહ્યું : ‘દેવી, ઊઠો.’
રાણી સફાળી બેઠી થઈ ગઈ. તેણે મહારાજાને પલંગમાં બેઠેલા જોયા... રાણીએ પૂછ્યું : ‘નાથ, શું આપને નિંદ્રા નથી આવતી?’
‘હું હમણાં જ જાગ્યો. મારું માથું દુઃખે છે. ક્યારેય પણ આવું માથું દુ:ખ્યું નથી... એટલે દેવી, તમને જગાડ્યાં...'
રાણીએ પલંગમાંથી નીચે ઊતરીને રાજાના પલંગ પાસે ઊભા રહી, રાજાનું માથું દબાવવા માંડ્યું... પરંતુ દર્દ ઘટવાના બદલે વધતું ચાલ્યું. એકાદ ઘડી વીતી, રાજાએ કહ્યું : ‘દેવી, દુઃખાવો વધે છે. શયનકક્ષના પ્રતિહારીને કહો કે રાજવૈદ્યને હમણાં જ બોલાવી લાવે.’
શયનખંડના દ્વારે બે સશસ્ત્ર રક્ષકો અપ્રમત્ત ભાવે ઊભા હતા. રાણીએ દ્વાર પર બે ટકોરા માર્યા અને દ્વાર ખોલ્યું, બંને પ્રતિહારીએ રાણીને પ્રણામ કર્યાં. રાણીએ કહ્યું : ‘પ્રતિહારી, તમે હમણાં જ રાજવૈદ્યને ત્યાં જઈને કહો કે મહારાજાને શિરોવેદના જાગી છે, માટે વિલંબ કર્યા વિના, ઔષધ લઈને મહેલમાં આવે. તમે તમારી સાથે જ એમને લઈ આવો.'
જેવી આપની આજ્ઞા મહાદેવી, અમે વૈદરાજને લઈને શીઘ્ર આવીએ છીએ.’ બે પ્રતિહારી ગયા. રાણીએ બાજુના ખંડમાં સૂતેલી પરિચારિકાઓને જગાડી. પરિચારિકાઓ
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
gr