________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[{ 80
રાજમહેલના એક ગુપ્ત ખંડમાં જયપુરના પ્રસિદ્ધ માંત્રિકોએ પોતાના મંત્રપ્રયોગો શરૂ કરી દીધા હતા. તાંત્રિકોએ પોતાનાં તાંત્રિક પ્રયોગોનો પ્રારંભ કરી દીધો હતો. આ બધું કુસુમાવલીથી છાનું થઈ રહ્યું હતું. મહારાજા સિંહની અનુમતિથી થઈ રહ્યું હતું.
મહારાજા વ્યથિત હતા. “રાણીએ મારું અપમાન કર્યું - “તે વાતની વ્યથા ન હતી, વ્યથા હતી કુસુમાવલીની બગડેલી માનસિક સ્થિતિની, દિનપ્રતિદિન વધુ ને વધુ સ્થિતિ બગડતી જતી હતી. કોઈને કાંઈ સમજાતું ન હતું. એટલે મદનરેખાના સૂચનથી માંત્રિકો અને તાંત્રિકોને બોલાવવામાં આવ્યા હતા. - કુસુમાવલીના મુખ પરથી કોમળતા ચાલી ગઈ હતી. કઠોરતા જામી ગઈ હતી, તેની આંખોમાંથી સ્નેહનું ઝરણ સુકાઈ ગયું હતું. ત્યાં આગની જવાળાઓ દેખા દેતી હતી. એની વાણીમાંથી માધુર્ય નષ્ટ થઈ ગયું હતું, કટુતા-અપ્રિયતા નીતરતી. હતી, જાણે કે એનું સમગ્ર વ્યક્તિત્વ કલુષિત થઈ ગયું હતું. તેનું સૌન્દર્ય ઝાંખું પડી ગયું હતું....
કુસુમાવલી ગર્ભવતી થઈ છે.” એ સમાચાર મળ્યા પછી કુસુમાવલીની માતા મુક્તાવલી પુત્રીને મળવા આવી. મહારાજાએ સ્વાગત કર્યું. મુક્તાવલી કુસુમાવલીની પાસે ગઈ. કુસુમાવલીના બદલાયેલા રૂપને જોઈ તે આભી બની ગઈ.
બેટી, તને કુશળ તો છે ને? તારા ગર્ભને કુશળ છે ને? મા...” બેટી!”
મા મને ક્ષણવાર પણ ચેન નથી. મારું માથું ફાટફાટ થાય છે. મને દુનિયા ભમતી લાગે છે... મને કોઈ ગમતું નથી.'
ઔષધોપચાર ચાલે છે બેટી?” મહારાજા બહુ આગ્રહ કરે છે ઔષધોપચાર કરવા માટે... પણ હું ના પાડું
મુક્તાવલીએ પાસે ઊભેલી મદનરેખા સામે જોયું. મદનરેખા બોલી : “મહાદેવી, આપ અમારી મહારાણીને એટલું સમજાવો કે એ મહારાજા સાથે અનુચિત વ્યવહાર ના કરે.'
શ્રી સમરાદિત્ય મહાકથા
૨૯૯
For Private And Personal Use Only