________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવીની કુશળપૃચ્છા કરવા....”
મેં તમને કહ્યું ને કે હું તમારી સાથે વાત કરવા રાજી નથી... તમારે મારી પાસે ના આવવું....'
કોઈ કારણ?” “કારણ હું જાણતી નથી...” ભલે જાણતી ન હો, કારણ તો હોવું જ જોઈએ.” કારણ જાણીને શું કરશો?’ ઉપાય કરીશ...
મારે ઉપાય નથી કરવો. તમે ચાલ્યા જાઓ. અત્યારે જ ચાલ્યા જાઓ.” કુસુમાવલી પલંગ પરથી નીચે ઊતરી ગઈ હતી...
કુસમ.. તે અનુચિત કરી રહી છે... એમ કહીને મહારાજા દુઃખી હૃદયે. નિરાશ વદને ખંડની બહાર નીકળી ગયા.
ખૂણામાં ઊભી રહેલી પ્રિયંકરા થરથર ધ્રુજતી હતી. તેનું હૃદય ચિરાઈ ગયું હતું. તે રડી પડી.... ને ખંડની બહાર નીકળી ગઈ. ત્યાં કુસુમાવલીએ રાડ પાડી : પ્રિયંકરા...' જી, સ્વામિની..”
હું ઊંઘી જાઉં છું ત્યારે તું પણ ઊંઘી જાય છે? તારે જાગતા રહેવાનું અને મહારાજાને અહીં આવવા દેવાના નહીં.'
એ મારાથી નહીં બને દેવી..” એટલે?” “શું થઈ ગયું છે દેવી તમને? મહારાજાને દેવની જેમ પૂજનારાં તમે મહારાજાનું ઘોર અપમાન...” “તારે મને શિખામણ આપવાની જરૂર નથી. હું કહું તેમ તારે કરવાનું છે.' મારાથી નહીં બને..'
ત્યાં પુષ્પલતાએ ખંડમાં પ્રવેશ કર્યો. તેણે બહાર ઊભા રહીને વાર્તાલાપ સાંભળ્યો હતો. જેવી પુષ્પલતા આવી કે કુસુમાવલી તેને વળગી પડી.. ને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડી... રોતાં રોતાં તે બોલી : “માતાજી, મને શું થઈ ગયું છે? તમે કહો... મેં આજે પણ મહારાજાને હડધૂત કરી નાંખ્યા. હું પાપિણી છું... મારે જીવવું નથી... મારે મરી જવું છે...” પુષ્પલતાએ કસમાવલીને પલંગમાં સુવાડી દીધી. એના માથે હાથ ફેરવવા લાગી. દેવી, તમારા શરીરમાં કોઈ અસુરે પ્રવેશ કર્યો છે.' સાચી વાત છે માતાજી.. ભયંકર અસુર છે એ....”
ભાગ-૧ + ભવ બીજો
૨૯૮
For Private And Personal Use Only