________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુત્રપ્રાપ્તિની ઝંખના કરતી હતી? જો કુસુમ, તું ભલે મહારાણી હો, મારી તો તું સખી છે... માટે કહું છું કે આ રીતે તેં મહારાજાનું અપમાન કર્યું. તે સારું નથી કર્યું.. તને શું થઈ ગયું છે, મને કહીશ?'
કુસુમાવલી મદનરેખા સામે ટગરટગર જોઈ રહી.. ને જોરથી રોવા લાગી.... પુષ્પલતાએ એની પાસે પલંગ ઉપર બેસીને એના શરીરને પંપાળવા માંડ્યું. મદનરેખા ખંડમાંથી બહાર નીકળી ગઈ. એની સાથે પ્રિયંકરા પણ બહાર આવી.
પુષ્પલતાએ મહારાજાના મનનું સમાધાન તો કર્યું, પરંતુ એના પોતાના મનમાં ઉચાટ થઈ ગયો. ક્યારેય પણ મહારાજા સાથે અનુચિત વ્યવહાર નહીં કરનારી રાણીએ આજે શું કરી નાંખ્યું? ક્યાં ગયો તેનો અગાધ પ્રેમ? ક્યાં ગયું તેનું સમુચિત કર્તવ્યપાલન...? શું કરું?
રોતી રોતી કુસુમાવલી નિદ્રાધીન થઈ ગઈ હતી, એટલે પુષ્પલતા પણ ધીમા પગલે ખંડની બહાર નીકળી આવી. બધી સખીઓ મહેલની નીચેના કાળમાં ભેગી થઈ. પ્રિયંકરાએ કહ્યું : “મદનરેખા, મહારાણીના મનમાં કંઈક થઈ ગયું છે. એમના મનની વાત તું જાણ.. જાણ્યા પછી એનો ઉપાય કરી શકાશે... ને પુષ્પલતાએ પણ મદનરેખાને આ જ વાત કરી. મહારાજાના થયેલા અપમાનથી પુષ્પલતાની આંખોમાં આંસુ આવી ગયાં. મદનરેખાએ કહ્યું : માતાજી, તમે રડો નહીં... મહારાજાનું અપમાન કુસુમાવલીએ નથી કર્યું.. પણ એના શરીરમાં કોઈ શેતાને પ્રવેશ કર્યો છે. અને એ શેતાને મહારાજાનું અપમાન કર્યું છે. હું બે-ચાર માંત્રિકો-તાંત્રિકોને ઓળખું છું. એમની પાસે જઈને વાત કરું છું. દેવીના શરીરમાંથી શેતાનને કઢાવીને રહીશ...”
મદનરેખા, તારી વાત મને સાચી લાગે છે... તું બધાં કામ છોડીને આ કામ પહેલું કર...’ પુષ્પલતાએ કહ્યું.
‘તમે, પ્રિયંકરા અને શુભંકરા દેવીની પાસે જ રહેજો. જરાયે દૂર જતાં નહીં.... હું મારું કામ કરું છું.” મદનરેખા ચાલી ગઈ મહેલની બહાર. પુષ્પલતા વગેરે શુમાવલીના ખંડ તરફ ગયાં.
૦ ૦ ૦ કુસુમાવલીના શયનખંડમાં દીપકોનો મંદ પ્રકાશ ફેલાયેલો હતો. મહારાજા સિહે શયનખંડમાં પ્રવેશ કર્યો. કુસુમાવલી પલંગમાં સૂતેલી હતી. એક બાજુ પ્રિયંકરા જમીન પર સૂઈ ગયેલી હતી. કુસુમાવલીના શરીર પર આભૂષણ ન હતાં. ચંદનનું વિલેપન ન હતું. તેના મુખ પર રોજ મુજબ શાન્તિ ન હતી કે મુખ પર સ્મિત ન હતું. મહારાજા એના ઓશીકા પાસે બેસી ગયા. કુસુમાવલીને જોતા રહ્યા.
પ્રભાત થવાની તૈયારી હતી. કુસુમાવલીની આંખો ખૂલી. સાથે જ પ્રિયંકરા જાગી ગઈ. બંનેએ મહારાજાને બેઠેલા જોયા. કુસુમાવલી બોલી ઊઠી : “તમે? અત્યારે કેમ આવ્યા? શ્રી સમરાદિત્ય મહાકથા
૨૯૭
For Private And Personal Use Only