________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક દિવસ ન ધારેલી દુઃખદ ઘટના બની. મહારાજા કુસુમાવલીના ખંડમાં આવ્યા. સખીઓ ઊભી થઈ ગઈ. મહારાજાનું સ્વાગત કર્યું... પણ કુસુમાવલી ઊભી ના થઈ... ના એના મુખ પર સ્મિત આવ્યું.... ના એણે મહારાજાને આવકાર આપ્યો. મહારાજાએ કુસુમાવલી પાસે બેસીને ખૂબ પ્રેમથી કહ્યું : “દેવી, તમને ખૂબ ગમે છે તેવું આ રત્નોનું કર્ણફૂલ લાવ્યો છું... જુઓ, તમને ખૂબ ગમશે.”
મહારાજાએ રત્નોનું એ કર્ણફૂલોનું જોડલું રાણીના હાથમાં મૂક્યું. રાણીએ તિરસ્કારની ભાષામાં કહ્યું :
મારે તમારું કર્ણફૂલ નથી જોઈતું. કોણે કહ્યું હતું તમને આ બનાવવાનું?અને એણે કર્ણફૂલોના ખંડમાં ઘા કરી દીધો... પોતાનું મુખ ફેરવી લીધું.
મહારાજા સ્તબ્ધ થઈ ગયા. કંઈક વિલખા પડી ગયા. ત્યાં ઊભેલી મદનરેખા અને પુષ્પલતા... “અરે અરે મહાદેવી, આ તમે શું કરો છો?બોલતી કુસુમાવલી પાસે પહોંચી ગઈ. તેના બે હાથ પકડી લીધા.. બે હાથે રાણીનું મુખ ઊંચું કર્યું... અને મહારાજા તરફ જોઈને કહ્યું : “નાથ, આજે સવારથી મહારાણીનું સ્વાસ્થ અનુકૂળ નથી. તેથી આવું અનુચિત...'
મેં કાંઈ અનુચિત નથી કર્યું... હું એમની સાથે વાત કરવા ઇચ્છતી નથી, તેઓ ચાલ્યા જાય...' કુસુમાવલીએ આક્રોશ કર્યો.
મહારાજા ધીરેથી ઊભા થઈને ખંડની બહાર નીકળી ગયા. તેમની પાછળ ધાવમાતા પણ બહાર ગઈ. બંને થોડેદૂર જઈને ઊભાં રહ્યાં. ધાવમાતાએ કહ્યું : ગર્ભવતી સ્ત્રીઓને ક્યારેક આવી માનસિક વિક્રિયા થઈ આવતી હોય છે! મેં કેટલીક સ્ત્રીઓમાં જોઈ છે આવી વિક્રિયા. આપ ચિંતા ના કરશો. હું મારા પરિચિત નિષ્ણાત વૈદ્ય પાસે આની ચિકિત્સા કરાવીશ.'
વિક્રિયા વધવી ના જોઈએ, એની ખૂબ કાળજી રાખજો.”
મહારાજા ચાલ્યા ગયા. ધાવમાતા પછી કુસુમાવલી પાસે આવી. કુસુમાવલી પલંગમાં ઊંધી પડીને રડી રહી હતી. ધાવમાતાએ તેને કહ્યું : “દેવી, તમારે ઊંધાં ને સુવાય. પડખાભેર સૂઈ જાઓ..' સહેજ મોટું ઊંચું કરીને રાણીએ રોષ વ્યક્ત કર્યો : ઊંધી સૂઈ જઈશ તો શું થશે... રી?" ગર્ભને કષ્ટ થાય, દુઃખ થાય.' એટલું જ ને? ભલે મરી જાય.. તમારે મને કંઈ કહેવું નહીં.' ધાવમાતાએ મદનરેખા સામે જોયું. મદનરેખાના મુખની નસો તંગ થઈ ગઈ. તેણે કહ્યું : “તો પછી શા માટે પુત્રપ્રાપ્તિ માટે કુળદેવતાની પૂજા કરતી હતી? શા માટે
ભાગ-૧ * ભવ બીજો
ES
For Private And Personal Use Only