________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુસુમાવલીના ઉદરમાં આવ્યો!
ગુણસેનનો જીવ એટલે સિંહ રાજા. અગ્નિશમનો જીવ એના પુત્રરૂપે આવ્યો!
એના આગમનની એંધાણી રાણી કુસુમાવલીને સ્વરૂપે મળી ગઈ. ઝેરી સાપ હતો એ! મનુષ્યરૂપે એ ભયંકર નાગ જનમવાનો હતો.. અને પિતાને ડંખ મારવાનો
હતો.
અસંખ્ય વર્ષ વીતી ગયાં હતાં, છતાં એ જીવમાં વૈરનાં ઊંડા બીજ પડેલાં જ હતાં. એ બીજમાં વૃક્ષ બનવાની યોગ્યતા હતી. ગુણસેનનો જીવ ભલે જુદા રૂપે અને જુદા શરીરે હોય, એ વેરની વાસનાને પરિવર્તિત રૂપ સાથે કે શરીર સાથે સંબંધ ન હતો, એને તો જીવ સાથે સંબંધ હતો.
વેરની તીવ્રવાસના લઈને ઉદરમાં આવેલા જીવના દુષ્પભાવો માતાના મનમસ્તિષ્ક ઉપર પડતા હોય છે. કુસુમાવલીના, મહારાજા સિંહ તરફના ભાવોમાં પરિવર્તનનો પ્રારંભ થાય છે. જ્યારે મહારાજાના કુસુમાવલી તરફના પ્રેમભાવમાં વૃદ્ધિ થાય છે! કારણ કે પૂર્વજન્મમાં એમના જીવે, અગ્નિશર્મા પ્રત્યે મૈત્રીભાવ ધારણ કર્યો હતો.
મહારાજાએ જ્યારે કુસુમાવલીને ગર્ભવતી જાણીને હર્ષ વ્યક્ત કર્યો ત્યારે કુસુમાવલીને ના ગમ્યું. હર્ષનો પ્રતિભાવ હર્ષથી ના આપ્યો.. ઉદ્વેગ વ્યક્ત કર્યો. આ દૃશ્ય ધાવમાતા પુષ્પલતાએ જોઈ લીધું. તેને આશ્ચર્ય થયું. એને કુસુમાવલીનું વર્તન યોગ્ય ના લાગ્યું.
મહારાજા શયનખંડ છોડીને ચાલ્યા ગયા. કુસુમાવલી મૌન રહી... એના મનમાં વિચાર આવ્યો : “મહારાજા મારી પાસે ના આવે તો સારું. મારી સાથે ના બોલે તો સારું...”
મહારાજા પોતાના મંત્રણાખંડમાં બેસીને વિચારવા લાગ્યા : “હજારો-લાખો વર્ષનું આયુષ્ય વીત્યા પછી, કુસુમાવલીની તીવ્ર ઝંખના ફળી છે. એ પુત્રવતી બનશે! એના આનંદની અવધિ નહીં રહે... પરંતુ પુત્રજન્મ પૂર્વે હું એના ચિત્તને ખૂબ પ્રસન્ન રાખું હું જાણું છું એને શું શું ગમે છે. એને શું શું પ્રિય છે. એને ક્યાં ક્યાં ફરવું ગમે છે... કેવી-કેવી વાતો ગમે છે.... જે એને ગમે છે, એ જ હું કરીશ! એની એક-એક ઇચ્છાને પૂર્ણ કરીશ.”
બીજી બાજુ ધાવમાતા પુષ્પલતા, કુસુમાવલીની સખીઓ મદનરેખા, પ્રિયંકરા, શુભંકરા વગેરે પણ કુસુમાવલીના ચિત્તને પ્રસન્ન રાખવા માટે એને મનગમતી વાતો કરે છે... વિનોદ કરે છે. એને સુંદર વસ્ત્રોથી સજાવે છે. શ્રેષ્ઠ અલંકારો પહેરાવે છે. પરંતુ કુસુમાવલી મુક્ત મનથી હસતી નથી. સખીઓના વિનોદમાં ભળતી નથી, શ્રી સમરાદિત્ય મહાકથા
૨૫
For Private And Personal Use Only