________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કુસુમાવલીનું હૃદય ભરાઈ આવ્યું. આંખો ભીની થઈ ગઈ. મુક્તાવલીએ તેને પોતાના ખોળામાં લઈ લીધી. મુક્તાવલીની આંખોમાંથી આંસુની ધારા થઈ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘મા, તું રડે છે? મારા પાપે તું શા માટે દુઃખી થાય છે? હા, દૈવ, હું સહુને દુઃખી કરું છું... સહુને ક્લેશ પહોંચાડું છું... હું અભાગી છું...’
‘૨ોવાથી કે વિલાપ કરવાથી ઊભી થયેલી પરિસ્થિતિ સુધરવાની નથી મહારાણી... તમે તમારા મનની વાત કરો... આ બધું શાથી થઈ રહ્યું છે?' મદનરેખાએ ગંભીર સ્વરમાં કહ્યું.
કુસુમાવલીએ મદનરેખા સામે જોયું. મદનરેખા એની બાલ્યકાળની સખી હતી. કુસુમાવલીનાં લગ્ન થયાં પછી, એ પણ કુસુમાવલીની સાથે જ આવી હતી. એ એક નાના સામંતની પુત્રી હતી. એનાં લગ્ન રાજ્યના મહાસેનાપતિ જયપાલ સાથે થયાં હતાં. સેનાપતિ જયપાલસિંહ રાજાનો સંપૂર્ણ વફાદાર મિત્ર હતો. જયપાલ, જયપુર રાજ્યનો અજેય પોઢો હતો. મહાબલવાન હતો. ન્યાયનિષ્ઠ અને કર્તવ્યપરાયણ હતો. જયપાલ જાણતો હતો કુસુમાવલી અને મદનરેખાની દોસ્તીને. એટલે મદનરેખાને ગમે ત્યારે રાજમહેલમાં જવાની સ્વતંત્રતા હતી. કુસુમાવલી પાસે ઇચ્છા મુજબ રહેવાની અનુમતિ મળેલી હતી. બંનેનાં શરીર જુદાં હતાં. મન એક જ હતું! બંને એકબીજાની વાતો, એકબીજાથી ક્યારેય છુપાવતાં ન હતાં. આજે કુસુમાવલી એવી જ કોઈ વાત છુપાવતી હોય એમ લાગ્યું. એટલે મદનરેખાએ મુક્તાવલીની હાજરીમાં એને સંભળાવી દીધું.
મદન, તું જ કહે, તારાથી મેં કોઈ વાત છુપાવી છે?’
‘હા, તું જ્યારથી ગર્ભવતી થઈ છે ત્યારથી કોઈ વાત મારાથી અને મહા૨ાજાથી પણ છુપાવી રહી છે... ખેર, એનું પણ મને દુ:ખ નથી... મને દુઃખ છે મહારાજા સાથે તારા બદલાયેલા વ્યવહારનું... દેવ જેવા મહારાજાને દીન... ઉદાસ... અને તેજવિહીન થઈને અહીંથી જતા જોઉં છું... ને મારું કાળજું કપાઈ જાય છે. કુસુમ, તારી આ મોટી ભૂલ થઈ રહી છે... અત્યંત પ્રેમ આપનાર, પ્રાણ કરતાં પણ વિશેષ પ્રેમ કરનારા પતિને ધિક્કારવા જેવું બીજું કોઈ પાપ નથી... તું ભ્રમિત થઈ ગઈ છે. તારી બુદ્ધિમાં વિપર્યાસ આવી ગયો છે. શાથી આ બધું બની રહ્યું છે? તું કંઈક
તો બોલ...'
300
‘તારે જાણવું છે? જાણીને દુઃખી થઈશ...’
‘ભલે, મને તારા મનની વાત કરીને તારું દિલ તો હળવું કર...'
‘સાંભળ... મા, તું પણ સાંભળ... જ્યારથી હું ગર્ભવતી બની છું. ત્યારથી મારા
ભાગ-૧ ૦ ભવ બીજો
For Private And Personal Use Only