________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“આજે પ્રભાતે રાજમાર્ગ પરથી પસાર થતા મૃતદેહને જોયો. મૃત્યુની લીલા જોઈ. મૃત્યુનો નાદ સાંભળ્યો... એ આવે એના પહેલાં આત્મહિત સાધી લેવાની પ્રબળ ઇચ્છા જાગી.'
આજે પ્રભાતથી આપ એ જ ગહન ચિંતનમાં ડૂબેલા છો નાથ, હું આપની પાસે આવીને એક ઘટિકા પર્યત ઊભી રહી હતી. છતાં આપની દૃષ્ટિ આ દાસી પર નહોતી પડી.”
એ ચિંતન સાર્થક થયું. જ્ઞાનનું ફળ વિરતિ છે. મેં સર્વવિરતિ સ્વીકારવાનો નિર્ણય કર્યો. કારણ કે મારે “સમાધિમૃત્યુ પામવું છે, મરવું નથી, મૃત્યુને ભેટવું છે! તે માટે ગુરુદેવના શરણે જવું છે.”
મારા દેવ, આપનો નિર્ણય યથાર્થ છે. આપે શ્રેષ્ઠ નિર્ણય કર્યો છે. મનુષ્યજીવનનું સાફલ્ય ગ્રામના પાલનથી જ છે. પરંતુ જો આપ થોડા દિવસ, થોડા મહિના.. થોડાં વર્ષોનો વિલંબ...'
“હવે વિલંબ કરવો અસહ્ય છે. હવે હું ગૃહવાસમાં નહીં રહી શકું... આવતી કાલે પ્રભાતે જ. અહીંથી પ્રયાણ કરી જ્યાં પૂજ્ય ગુરુદેવ બિરાજે છે, તેમનાં ચરણોમાં પહોંચી જઈશ.'
‘આવતી કાલે જ?' રાણી વસંતસેના મહારાજાનાં ચરણોમાં મસ્તક મૂકી... ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. હૃદયનો બંધ તૂટી ગર્યા.
રાગદશાની એ કરુણતા હતી. રાણીનું રુદન ચાલતું રહ્યું. મહારાજા મૌન બેઠા રહ્યા. આ પ્રતિક્રિયાથી તેઓ અજાણ ન હતા. આ પ્રતિક્રિયા સ્વાભાવિક હતી.
રાણીનું રુદન અટક્યું. ઉત્તરીય વસ્ત્રથી એણે આંસુ લૂછયાં. તેણે મહારાજાનાં ચરણ પકડીને ભીના... ગદ્દગદ સ્વરે કહ્યું.
“હું આપના હૃદયને સંતાપવા નથી ઇચ્છતી.... મને ક્ષમા કરજો. શું કરું? આપના વિયોગનો વિચાર મને રડાવે છે. આપના પ્રત્યેનો અવિહડ રાગ મને કલ્પાંત કરાવે છે.. હું આપના માર્ગમાં વિઘ્ન નહીં બનું... આપનો શ્રેયમાર્ગ કુશળ હો...'
મહારાજા ગુસેનની આંખો ભીની થઈ, ‘દેવી, જેવી મારી તમારી પાસે અપેક્ષા હતી, તે અપેક્ષા પૂર્ણ થઈ. તમારી મહાનતા વ્યક્ત થઈ.. હું આનંદિત થયો છું.”
“મારા સ્વામી, આવતી કાલે હું પણ આપની સાથે જ ગુરુદેવની પાસે આવીશ. હું પણ ગૃહવાસનો ત્યાગ કરીશ.. આપના વિના આ મહેલ મારા માટે સ્મશાન સમાન છે. વિષયસુખો વિષ સમાન છે. હું એક ક્ષણ પણ નહીં રહી શકું આ મહેલમાં...” શ્રી સમરાદિત્ય મહાકથા
૧૫૧
For Private And Personal Use Only