________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘સમરાઈથ્ય કહા' ના પૂર્વ પ્રકાશનો અંગે...
અંગ્રેજી પ્રસ્તાવના, વિષયાનુક્રમ અને વિશેષનામો તથા પારિભાષિક શબ્દોની સૂચિ સહિત આ ગ્રંથનું સંપાદન પ્રો. હર્મન યાકોબી એ (જર્મનીના પ્રોફેસર) કર્યું છે. એ કલકત્તાની “એશિયાટિક સોસાયટી ઓફ બંગાલ તરફથી આ ગ્રંથ ઈ.સ. ૧૯૨૬માં પ્રકાશિત થયો હતો.
બી.એચ.દોશીએ આ મૂળ કૃતિ સંસ્કૃત-છાયા સહિત બે ભાગમાં (પહેલામાં છ ભવ અને બીજામાં બાકીના ત્રણ ભવ) અનુક્રમે ઈ.સ.૧૯૩૮ અને ૧૯૪રમાં છપાવી હતી.
શ્રી મધુસૂદન મોદીએ સંપાદિત કરેલ ભવ ૧-૨ શ્રી શંભુલાલ જગશી તરફથી બે ભાગમાં ઈ.સ. ૧૯૩૩માં છપાવાયો હતો. પહેલા ભાગમાં મૂળ, અંગ્રેજી પ્રસ્તાવના અને ટિપ્પણ, શબ્દકોશ અને સંસ્કૃત ટિપ્પણી છે. જ્યારે બીજા ભાગમાં અંગ્રેજી અનુવાદ અને પુરવણીરૂપે ટિપ્પણ છે. ભવ બીજાનું વિશિષ્ટ પ્રસ્તાવનાદિ સહિત સંપાદન એક અનુભવી પ્રાધ્યાપકે કર્યું છે અને એ કોલ્હાપુરથી ઈ.સ. ૧૯૪રમાં પ્રસિદ્ધ થયો હતો. - શ્રી મધુસૂદન મોદીએ આ કૃતિનો છઠો ભવ અંગ્રેજી અનુવાદ, ટિપ્પણ અને પ્રસ્તાવના તેમજ શબ્દોશ અને સંસ્કૃત ટિપ્પણી સહિત સંપાદિત કર્યો હતો, તે પ્રાકૃત ગ્રંથમાલા' (ગ્રંથાંક-૭) તરીકે શ્રી શંભુલાલ જગશી શાહે ઈ.સ. ૧૯૩૬માં પ્રસિદ્ધ કર્યો હતો.
આ જ વર્ષમાં અંગ્રેજી પ્રસ્તાવના, ટિપ્પણ અને અનુવાદ સહિત આ ભવ (છઠો) પ્રો.બી.એ. ચાંગુલે અને પ્રો.એન.વી.વૈદ્ય દ્વારા પણ સંપાદિત થઈ પ્રકાશિત થયો હતો.
એ પછી ભારતીય જ્ઞાનપીઠ, દિલ્લી તરફથી બે ભાગમાં ઇ.સં.૧૯૯૩ માં સંસ્કૃત છાયા તથા હિંદી અનુવાદ સાથે પ્રકાશિત થયો હતો.
એનો સીધો ગુજરાતી અનુવાદ આચાર્યશ્રી હેમસાગરસૂરિજીએ કરેલ તે અનુક્રમે વિ.સં. ૨૦૨૨માં આનંદહેમ ગ્રંથમાલા, મુંબઈ તરફથી તથા વિ.સં. ૨૦૪૪માં શ્રમણ સ્થવિરાલય, પાલીતાણા તરફથી પ્રકાશિત થએલ.
For Private And Personal Use Only