________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓની કશળપૃચ્છા માટે તપોવનમાં જતાં હતાં. તપોધન રાજર્ષિ પૂર્ણચન્દ્ર, રાજા ગુણસેનને ધર્મ-અર્થ અને કામ પુરુષાર્થના વિષયમાં સમુચિત માર્ગદર્શન આપતા હતા. તેથી ત્રણે પુરુષાર્થમાં રાજા સંતુલન જાળવી શક્યા હતા. રાજર્ષિ પૂર્ણચન્દ્ર, ગુણસેન માટે માત્ર પિતા જ ન હતા. સદ્ગુરુ પણ હતા. ગુણસેન તેમની એકેએક વાતને હૃદયસ્થ કરતા હતા.
ગુણસેન-વસંતસેના વચ્ચે અગાધ સ્નેહ તો હતો જ, પરંતુ વિશેષરૂપે સમજણનો સેતુ બંધાયેલો હતો. તેથી ક્યારેય એ બેની વચ્ચે ગેરસમજ ઊભી થતી ન હતી, ક્યારેક મતભેદ થતો તો તરત સાચી સમજણથી મતભેદ મિટાવી દેવામાં આવતો. તેથી તેમનું પારિવારિક જીવન શાન્તિમય અને પ્રેમપૂર્ણ બન્યું હતું.
એક દિવસ વસંતસેનાએ પ્રેમસભર શબ્દોમાં ગુણસેનને કહ્યું :
નાથ, મને યાદ નથી આવતું કે આપણે આપણી બીજી રાજધાની વસંતપુરમાં ક્યારેય ગયાં હોઈએ! એ સુંદર નગરની વાતો મને એ નગર તરફ આકર્ષે છે. એ નગરનાં સોહામણાં ઉદ્યાનો.. વનો... સરોવરો. બધું મને લલચાવે છે. જો અત્યારે અહીં ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં રહેવાનું વિશેષ પ્રયોજન ન હોય તો આપણે સપરિવાર વસંતપુર જઈએ. અને કેટલાંક વર્ષો ત્યાં પસાર કરીએ.”
સેના, તે ખરેખર મારા મનની જ વાત કરી! મારું મન છેલ્લા કેટલાક દિવસોથી ક્ષેત્રાન્તર કરવા ઈચ્છતું જ હતું. રાજ્યમાં સર્વત્ર શાત્તિ છે, સુખ છે... અને નિર્ભયતા છે. પ્રજા આનંદમાં છે. આપણે અવશ્ય વસંતપુર જઈએ. અહીંની સઘળી જવાબદારી મંત્રીમંડળને સોંપીને જઈએ.”
આપની વાત યોગ્ય છે, ઉચિત છે.” વસંતસેનાએ વસંતપુર જવાની તૈયારીઓ આરંભી દીધી. રાજા ગુણસેને મંત્રીમંડળને બોલાવીને, વસંતપુર જવાની વાત કહી દીધી. મંત્રીમંડળે સંમતિ આપી.
મહારાજા, આપ નિશ્ચિત બનીને વસંતપર પધાર. અહીંનો રોજ-રોજનો વૃત્તાંત રાજપુરુષ દ્વારા આપને મળતો રહેશે. આપના ત્યાં પધારવાથી, એ પ્રદેશની પ્રજા ખૂબ આનંદિત બનશે, અને રાજ્ય-વ્યવસ્થા પણ મજબૂત બનશે.”
મહામંત્રીએ કહ્યું : “મહારાજા, થોડા સુભટ અને થોડા પરિચારકોને લઈને પહેલાં હું વસંતપુર જાઉં છું અને ત્યાંની આપના નિવાસની સમુચિત વ્યવસ્થા ગોઠવી દઉં છું. આપ શુભ દિવસે અહીંથી પ્રયાણ કરીને ત્યાં પધારો. હું ત્યાં જ આપની પાસે ઉપસ્થિત થઈશ.”
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ“મહારાજા સપરિવાર વસંતપુર પધારે છે... અને કેટલાંક વર્ષો ત્યાં પસાર કરશે.’ સમાચાર મળતાં જ સ્નેહીજનો અને મહાજનો મળવા માટે રાજમહેલમાં આવવા લાગ્યા. શીધ્ર પાછા પધારવા માટે વિનંતિ કરવા લાગ્યા. રાજાના ગુણ ગાવા લાગ્યા. રાજા ગુણસેને સહુનો ઉચિત શ્રી સમરાદિત્ય મહાકથા
Bc
For Private And Personal Use Only