________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશાળ સામ્રાજ્યના પાલનની જવાબદારીએ, રાજા ગુણસેનના યૌવનસુલભ દ્ધત્યને, ઉન્માદને અને અવિવેકને નામશેષ કરી નાંખ્યા હતા. પ્રાજ્ઞ, પ્રૌઢ અને અનુભવી મંત્રીઓના સતત સંપર્કથી રાજા ગુણસને સારી રીતે ઘડાયા હતા. માતાપિતાના અરણ્યવાસથી, અગ્નિશર્માના અદૃશ્ય થઈ જવાથી, પુરોહિત અને પુરોહિતપત્નીના અકાળ અવસાનથી, રાજા ગુણસેનના મન પર ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.
મહારાણી વસંતસેના કમલવદના, કોકિલવચના અને કુમુદનયના સન્નારી હતી. તે વિદ્યાવ્યાસંગી અને પાપભીરુ રાણી હતી. રાજા ગુણસેનના હૃદયને તેણે જીતી લીધું હતું. ધર્મમાર્ગમાં રાણી રાજાની પ્રેરણામૂર્તિ હતી.
પ્રીતિપૂર્ણ અને પરાક્રમી મિત્રોએ ગુણસેનની વિજયયાત્રાઓમાં સાથ-સહયોગ આપીને, વિશાળ સામ્રાજ્યનો સમ્રાટ બનાવ્યો હતો.
બુદ્ધિધન અને વફાદાર મંત્રીઓએ સાચી, સુયોગ્ય અને સમુચિત સલાહ-માર્ગદર્શન આપીને, રાજા ગુણસેનના નિર્મળ યશને દિગંતવ્યાપી બનાવ્યો હતો. રાજ્યના ધનભંડારોને છલકાવી દીધા હતા.
નમ્રતા, ઉદારતા... ક્ષમા... ન્યાયપ્રિયતા વગેરે ગુણોના માધ્યમથી રાજા ગુણસેને પ્રજાનો અગાધ પ્રેમ પ્રાપ્ત કર્યો હતો.
મહાવિદેહ ક્ષેત્રની એ પુણ્યભૂમિ હતી. લાખો... કરોડો વર્ષનાં, મનુષ્યોનાં દીર્ધકાલીન આયુષ્ય હતાં. વિરાટ, વિશાળ અને સુંદર શરીર હતાં એ રાજા-રાણીનાં. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનાં એક્ટ્રિક સુખો ઉત્કૃષ્ટ કોટિનાં હતાં.
કાળના ધસમસતા પ્રવાહમાં ઘણું બધું તણાઈ જતું હોય છે. ઘણું બધું નામશેષ રહી જતું હોય છે. ઘણું બધું વિસ્મૃતિની ઊંડી ખીણોમાં દટાઈ જતું હોય છે.
ગુણસનની વિસ્મૃતિની ઊંડી ખીણમાં અગ્નિશર્મા દટાઈ ગયો હતો. લાખો વર્ષોની માટીથી એ ખીણ દટાઈ ગઈ હતી. ખીણ ખીણ રહી ન હતી, એના ઉપરથી રાજમાર્ગ પસાર થતો હતો. લાખો વર્ષ જૂની વાતો કરનારા, ઉખાડનારા પરલોકયાત્રી બની ગયા હતા. ગુણસેનનાં સમકાલીન સ્ત્રી-પુરુષો માટે પણ અગ્નિશર્મા સંપૂર્ણતયા વિસ્મૃત બની ગયો હતો.
અલબત, જ્યાં સુધી મહારાજા પૂર્ણચન્દ્ર અને મહારાણી કુમુદિની તપોવનમાં, આત્મસાધનામાં લીન હતાં ત્યાં સુધી અવારનવાર પરિજનો સાથે ગુણસેન-વસંતસેના
૪૮
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only