________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અવિકારી આંખો, સૌમ્ય મુખાકૃતિ, મૃદુ-ગંભીર વાણી અને કરુણાભીનો વ્યવહાર... આ બધું મેં આચાર્યદેવમાં જોયું ને અનુભવ્યું. મેં મનથી ત્યાં જ નિર્ણય કરી લીધો - આ જ મારા ગુરુ.' મેં ઊભા થઈ, મસ્તકે અંજલિ જોડી પ્રાર્થના કરી :
ભગવંત, હું આ નગરનો નિવાસી છું. મારું નામ વિજયસેન. હું આ ભવવાસથી, ગૃહવાસથી વિરક્ત થયો છું. ચારિત્રધર્મ અંગીકાર કરવાની તીવ્ર ભાવના મારા હૃદયમાં જાગી છે. તો હે પ્રભો, મને ચારિત્રધર્મ આપીને ભવસાગરથી મારો ઉદ્ધાર
કરો.”
આચાર્યદેવે કહ્યું : “વત્સ, વીજળીના ઝબકારા જેવું ચંચળ આ જીવન છે... માટે શુભ કાર્યમાં વિલંબ ના કરવો જોઈએ. તારી ભાવના ઉત્તમ છે.” રાજન, મેં ઇન્દ્રદત્ત આચાર્ય ભગવંત પાસે દીક્ષા લીધી. મારા વૈરાગ્યનું કારણ તમે પૂછયું, તે કારણે તમને કહ્યું.
૦ ૦. મહારાજા ગુણસેન અપલક નયને વિજયસેન આચાર્યને જોઈ રહ્યા. આંખો આંસુઓથી ભીની હતી. હૃદય શ્રદ્ધા અને ભક્તિના ભાવોથી ભરાઈ ગયું હતું.
બે પ્રહર વીતી ગયા હતા. મધ્યાહ્નનો સમય થઈ ગયો હતો. મહારાજાએ ઊભા થઈને પંચાંગ પ્રણિપાત કર્યો અને વિનયથી કહ્યું :
“ભગવંત, આપે મારા પર મહાન ઉપકાર કર્યો છે. આપની આત્મકથામાંથી ઘણું ઘણું હું સમજ્યો છું. પરમ શાન્તિનો સાચો માર્ગ મને જડ્યો છે. આજે હું જાઉં છું. કાલે પુનઃ આપનાં દર્શન કરીશ.
ના સુવ ટુવા-યુધેિયા...” આચાર્ય ભગવંત બોલ્યા. આમ્રવૃક્ષ પર બેઠેલા કોકિલે મધુર ટહુકાર કર્યા...
કક રક
૧૮
ભાગ-૧ ( ભવ પહેલો
For Private And Personal Use Only