________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુશ્કેલ છે, કષાયોને આધીન થઈ જવાનું સરળ છે.
અણગારના જીવનમાં સંયોગો અને વાતાવરણ એવું અનુકૂળ હોય છે કે કષાયો પર સરળતાથી વિજય મેળવી શકાય. અલબત્ત, આત્માની જાગૃતિ તો જોઈએ જ. જો જાગ્રતિ ન હોય તો મુનિ પણ ક્યારેક કષાય કરી બેસે.
રાજન, મુનિજીવનનો પ્રાણ છે ઉપશમ. ઉપશાન્ત મુનિ મોક્ષમાર્ગના આરાધક બને છે. ઉપશાત્ત મુનિ કષાયને પરવશ બનતા નથી. તેથી ભવભ્રમણમાં હેતુભૂત ભૂલો તે કરતા નથી.
મારા મનમાં આ જ વાત રમતી હતી. મારા મિત્ર વિભાવસુએ જેવી ભૂલ કરી, તેવી ભૂલ. કે બીજા પ્રકારની ભૂલ મારા જીવનમાં ન થવી જોઈએ. માટે મારે કષાયોથી બચવું જોઈએ. કષાયોથી બચવા માટે અણગાર બનવું જ મારા મનને જ .
મેં પહેલા મારી માતાને વાત કરી. મારી ભાવના વ્યક્ત કરી. માતાને મારા પર અતિ રાગ હતો, છતાં એ મોહમૂઢ ન હતી. જ્યારે મેં એને મારા મિત્ર વિભાવસુની ભવયાત્રા સંભળાવી... તે સ્તબ્ધ થઈ ગઈ. એણે મને મહાવ્રતમય મુનિજીવન સ્વીકારવાની અનુમતિ આપી. માતાએ મારા પિતાને બધી વાત કરી, પિનાએ પણ અનુમતિ આપતાં કહ્યું : “વત્સ, તારો નિર્ણય સાચો છે, યથાર્થ છે. એક દિવસ અમે પણ એ જ ત્યાગમાર્ગ સ્વીકારીશું.”
મને હર્ષ થયો.
મેં વિચાર્યું : “હું મારા પરમ ઉપકારી એ ચાર મુનિવરોની ભાળ મેળવીને એમની પાસે જાઉં... અને મારું જીવન એમનાં ચરણોમાં સમર્પિત કરી દઉં...!'
પરંતુ મને એ મુનિવરોનું કથન યાદ આવ્યું : “કેવળજ્ઞાની પુરુષો કોઈને પોતાના શિષ્ય કરતા નથી. છબસ્થ એવા આચાર્ય, ઉપાધ્યાય કે સાધુઓ જ શિષ્ય બનાવી શકે. કારણ કે છા જ શિષ્યોને અકાર્યોથી રોકી શકે,ઠપકો આપી શકે, સજા કરી શકે. કેવળજ્ઞાની આવું કાંઈ કરી શકે નહીં.
એટલે, એ મહાપુરુષો પાસે જવાનો કોઈ અર્થ ન હતો. મેં વિચાર્યું કે “કોઈ જ્ઞાની મહાપુરુષ અહીં પધારશે... ત્યારે એમની પાસે હું ભાગવતી દીક્ષા અંગીકાર કરીશ.”
થોડા દિવસોમાં જ મારી પ્રતીક્ષાનો અંત આવ્યો.
ઇન્દ્રદત્ત' નામના જ્ઞાની આચાર્ય ભગવંત મારા નગરમાં પધાર્યા વનપાલક દ્વારા સમાચાર મળતાં જ હું ઉદ્યાનમાં દોડી ગયો. મેં આચાર્યદેવનાં દર્શન કર્યા. મારું હૃદય હર્ષિત બન્યુંરોમરાજી વિકસ્વર થઈ. ભાવપૂર્વક મેં વંદના કરી. શ્રી સમરાદિત્ય મહાકથા
૧૨૭
For Private And Personal Use Only