________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનગમતાં પ્રિયજન મળે ને જે હર્ષ થાય, છે મનગમતાં ભોજન મળે ને જે તૃપ્તિ થાય,
મનગમતો વૈભવ મળે ને જે આનંદ થાય, એના કરતાં ઘણો વધારે હર્ષ, ઘણી વધારે વૃદ્ધિ અને ઘણો વધારે આનંદ મહારાજા ગુણસેનને, આચાર્યશ્રી વિજયસેનના પરિચયથી થયો. એની સાથે-સાથે એમના મનમાં ઘણી બધી જિજ્ઞાસાઓ પ્રગટ થઈ. કારણ કે જિન-મતના આચાર્યનો આ પહેલો જ પરિચય હતો. જિનદર્શનના તત્ત્વજ્ઞાનને એમણે પહેલ-વહેલું સાંભળ્યું હતું. જિનશાસનના મુનિઓને નિકટથી એમણે પ્રથમ વાર જ જોયા હતા. જ નીચી દષ્ટિએ ચાલવું,
મુખ આગળ વસ્ત્ર રાખીને બોલવું, એ પુનઃ પુનઃ રજોહરણથી ભૂમિ-પ્રમાર્જન કરવું, વિનય, નમ્રતા અને વિવેકથી પરસ્પર વ્યવહાર કરવો.... કોઈ આરંભ નહીં, કોઈ પરિગ્રહ નહીં... • ભિક્ષાવૃત્તિથી આહાર ગ્રહણ કરવો... આવા શ્રમણજીવનનું ઉપરછલ્લી દૃષ્ટિથી એમણે અવલોકન કર્યું હતું. એ બધું એમના હૃદયને સ્પર્યું હતું.
સહુથી વિશેષ તો આચાર્યદેવની આત્મકથાએ એમને ઊંડા વિચારમાં ઉતારી દીધા હતા. રાજકુમારમાંથી મુનિરાજ બની ગયેલા એ મહાપુરુષની સઘન છાપ, મહારાજાના ચિત્ત પર પડી હતી.
વિભાવસુના જીવનમાં થયેલી એક ભૂલનું અતિ ભયાનક પરિણામ સાંભળીને... એમના પોતાના જીવનમાં થયેલી એક મોટી ભૂલ, સ્મૃતિપટ પર ઊપસી આવી હતી.
વિભાવસુએ “હું રાજકુમારનો મિત્ર છું. હું ધારું તે કરી શકું.' એમ સમજીને, ઉદ્ધત અને ક્રૂર બનીને ઊષદત્ત ધોબીની એક જ વાર... બે-ચાર ઘડી.... ઘોર કદર્થના કરી, એનો તિરસ્કાર કર્યો, એને બાંધ્યો, એને માર્યો... જેલમાં પૂરી દીધો. એના પરિણામે, મરીને એ કૂતરો થયો. ગધેડો થશે.. અને અનેક જઘન્ય ભવોમાં ઘોર દુઃખ પામશે..
મેં એક વાર નહીં, અનેક વાર અગ્નિશમની ઘોર કર્થના કરી છે. ઘોર ઉપહાસ
શ્રી સમરાદિત્ય મહાકથા
૧
For Private And Personal Use Only