________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કર્યો છે. ગધેડા પર બેસાડ્યો છે, કાંટાનો મુગટ પહેરાવ્યો છે... નગરમાં ફેરવ્યો છે. કૂવામાં ડૂબકીઓ ખવડાવી છે, શિકારી કૂતરા છોડીને એને લોહી-લુહાણ કરેલો છે... ગરમ-ગરમ તવા પર બેસાડીને દઝાડ્યો છે... એના શરીરે ફોલ્લા પાડવા છે. અરે, એને બિચારાને ઘોર નારકીય વેદનાઓ આપી છે... વર્ષો સુધી મેં એને અસહ્ય ત્રાસ આપેલો છે...
* શું થશે મારું?
* મરીને કેવી-કેવી દુર્ગતિઓમાં જઈશ?
* કેવા કેવા દુઃખમય, કષ્ટમય જન્મ મળશે?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાવસનું પાપકર્મ તો આઠ-નવ ભવમાં પૂરું થઈ જશે, મારાં બાંધેલાં પાપકર્મો હજાર ભવે પણ પૂરાં નહીં ભોગવાય...
તરુણ અવસ્થામાં એ પાપ મેં જાણીબૂજીને કર્યા હતાં, અને હમણાં... અજાણતાં એ જ અગ્નિશર્માનાં ત્રણ-ત્રણ પારણાં ચુકાવવાની ભૂલ કરી બેઠો. મારી જ ભૂલના પાપે, એ મહાત્માએ અનશન કરી લીધું... મારા નિમિત્તે એની સમતા-સમાધિનો ભંગ થયો... મારા જ કારણે એ પ્રચંડ કોપાગ્નિમાં હોમાઈ ગયો... મારી આ ગંભીર ભૂલનું કેવું દારુણ પરિણામ આવશે?
એણે એમ જ વિચાર્યું કે એના પ્રત્યે હું શત્રુતા રાખું છું, બાલ્યકાળની શત્રુતા હું ભૂલ્યો નથી... હું તાપસોની ભક્તિનો માત્ર દંભ કરી રહ્યો છું. જાણી જોઈને જુદાંજુદાં બહાનાં બનાવીને એને હું પારણું કરાવતો નથી.
એની રીતે એનું અનુમાન ખોટું નથી. મનુષ્ય ભૂતકાળના અનુભવોના આધારે વર્તમાનમાં વિચારતો હોય છે. ભૂતકાળમાં મેં એની સાથે નર્યું શત્રુતાપૂર્ણ વર્તન કરેલું હતું. એના પર ત્રાસ જ ગુજાર્યો હતો... ક્યારે પણ એની સાથે અલ્પ સમય માટે પણ સારો વ્યવહાર કરેલો ન હતો... પછી એ મારા માટે સારું કેવી રીતે વિચારી શકે? મારા સારા વ્યવહાર તરફ પણ શંકાની દૃષ્ટિથી જ વિચાર કરે.
430
છતાં એણે... ત્રણ મહિનાના ઉપવાસ સમતાથી કર્યા. મારા પ્રત્યે એના મનમાં કોઈ રોષ નહોતો જાગ્યો. પારણું નહીં કરાવી શકવાનાં બે કારણોને યથાર્થે જ માન્યાં હતાં. વાસ્તવિક કાર્ય-કારણભાવ જાણ્યા પછી મનુષ્યને દ્વેષ થતો નથી, ત્રીજી વખતનું કારણ... તે સમજી ના શક્યો, માની ના શક્યો... એના મનમાં બીજું જ કારણ સમજાયું... એના પ્રત્યે મને બાલ્યકાળથી શત્રુતા છે-એ કારણ
મેં અનેક વર્ષો સુધી એની સાથે શત્રુતાપૂર્ણ ક્રૂર વ્યવહાર જ કર્યો હતો ને..? પરંતુ આ વખતે જ્યારે મેં એને તાપસના રૂપમાં જોયો... તપસ્વી રૂપમાં જોયો ત્યારે ખરેખર, મારા મનમાં એના પ્રત્યે સદ્ભાવ, પૂજ્યભાવ જાગી ગયો હતો. છેલ્લો
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only