________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહિનો મેં એની ભક્તિભાવથી જ સેવા કરી હતી, પૂજા કરી હતી. મારો કોઈ દંભ ન હતો, કપટ ન હતું, પરંતુ હું એને મારા થયેલા હૃદયપરિવર્તનની પ્રતીતિ ના કરાવી શક્યો. મોટા ભાગે લોકો સારા-નરસા વ્યવહારના આધારે જ હૃદયના ભાવોની કલ્પના કરતા હોય છે.
મારા જીવનમાં ગંભીર ભૂલ થઈ ગઈ છે... એમાં કોઈ શંકા નથી.
આચાર્યદેવે કહ્યું ને - ‘આ ગૃહવાસ જ એવો છે કે જ્યાં ડગલે ને પગલે કષાયોક્રોધ, માન, માયા, લોભ થઈ જવા સુલભ છે... અને એ કષાયો જીવ પાસે ભૂલો કરાવે છે.’
પરંતુ એ અગ્નિશર્મા તો તાપસ છે ને? એણે ગૃહવાસ ત્યજેલો છે... છતાં એ કષાયને પરવશ બની ગયો... કેમ આમ થયું? ગૃહસ્થોના પરિચયથી આવું બન્યું? હું ગાઢ સંપર્કમાં ન આવ્યો હોત તો આવું ના બનત... મેં મારો જૂનો પરિચય આપ્યો... મેં એ તાપસના મનમાં એ બધી ભુલાયેલી વાતો યાદ કરાવી...
ખેર, જે બનવાનું હતું તે બની ગયું... હવે તો થયેલી ભૂલનું પ્રાયશ્ચિત્ત કરવું – એ જ સાચો માર્ગ છે. અને હવે જીવનમાં એવી કોઈ ભૂલ ના થઈ જાય, એ માટે પ્રતિક્ષણ જાગ્રત રહેવું આવશ્યક છે. શું આ બધું રાજમહેલમાં રહીને, રાજસિંહાસન પર બેસીને કરવું શક્ય છે?
આચાર્ય તો ગૃહવાસમાં રાજકુમાર હતા. તેમના માથે રાજ્યની જવાબદારી ન હતી. તેઓ ચાર મહિના એ મુનિવરોનો સત્સંગ કરી શક્યા હતા. હું એવી રીતે આચાર્યદેવની પાસે સતત ચાર મહિના જઈ શકું ખરો? એમનો સત્સંગ કરી શકું ખરો?
ચાર મહિના તો કદાચ તેઓ નહીં રહે, જેટલા દિવસ રહેશે, હું પ્રતિદિન એમની પાસે જઈશ. મારે એમની પાસેથી જ્ઞાન મેળવવું છે. એમણે જે ‘બોધિ-બીજ'ની વાત કરી... મોક્ષમાર્ગની વાત કરી... મુક્તિની વાત કરી... એ બધી વાતો મારે સમજવી છે. એમની મધુર વાણી મારે સાંભળવી છે. સાંભળતાં-સાંભળતાં કેવો આંતર આનંદ થાય છે, તેનો મેં ગઈ કાલે અનુભવ કર્યો...'
મહારાજાએ મહામંત્રીને બોલાવીને કહી દીધું : ‘જ્યાં સુધી આચાર્યદેવ નગરમાં બિરાજે છે, ત્યાં સુધી હું એમનો સત્સંગ કરીશ. રાજસભામાં નહીં આવું. રાજસભાનું કામકાજ તમે સંભાળજો.'
O
બીજા દિવસે પ્રભાતે સ્નાનાદિ નિત્ય કર્મોથી પરવારી, મહારાજા ગુણસેન, સપરિવાર, અશોકદત્ત શ્રેષ્ઠીના અોકવનમાં પહોંચી ગયા. સર્વપ્રથમ અતિ સુંદર જિનાલયમાં
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
939