________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જઈને પરમાત્માનાં દર્શન કર્યા. ત્યાર પછી તેઓ, જ્યાં આચાર્યશ્રી વિજયસેન બિરાજમાન હતા, ત્યાં પહોંચ્યા...
મસ્તકે અંજલિ રચાઈ ગઈ. બે જાન, બે હાથ અને મસ્તકને જમીન પર સ્પર્શાવી, પંચાંગ પ્રણિપાત કર્યો. ઊભા થઈને કુશળપૃચ્છા કરી. આચાર્યદેવે “ધર્મલાભ' કહીને આશીર્વાદ આપ્યા. ત્યાર બાદ રાજા અને પરિવારે ત્યાં ઉપસ્થિત સર્વે મુનિવરોને પ્રણામ કરી, કુશળતા પૂછી. સર્વે મુનિવરોએ પ્રસન્ન વદને રાજા અને પરિવારને ધર્મલાભ ના આશીર્વચન સંભળાવ્યાં.
આચાર્યદેવની પાસે આવી રાજા અને પરિવાર વિનયપૂર્વક વિશુદ્ધ ભૂમિ પર બેઠા. સ્વસ્થ બનીને રાજાએ પૂછ્યું :
ભગવંત, અહીં આપને કોઈ પ્રતિકૂળતા નથી ને? આપની ઘર્મ-આરાધનામાં કોઈ વિક્ષેપ તો નથી આવતો ને?'
રાજન, જે નગરમાં તમારા જેવા સાધુપુરુષોના પરમ ભક્ત રાજા હોય અને આ ઉદ્યાનના માલિક અશોકદત્ત શ્રેષ્ઠી જેવા સેવા-પરાયણ શકાતર હોય, ત્યાં પ્રતિકૂળતા હોય જ કેવી રીતે? મહાનુભાવ, કોઈ પ્રતિકૂળતા નથી, કોઈ વિક્ષેપ નથી. અમે સહુ નિરાબાધપણે અમારા ચારિત્રધર્મની આરાધના કરી રહ્યા છીએ.”
મહારાજા ગુણસેને કહ્યું : “ભગવંત, ગઈ કાલે આપે, આપને વૈરાગ્ય થવાનું કારણ બતાવ્યું. તે સાંભળીને. અત્યાર સુધી... આ ક્ષણ સુધી.... મારા મનમાં એ જ વાતો ઘુમરાયા કરે છે. મારું મન પણ આ ગૃહવાસ પ્રત્યે વિરક્ત બન્યું છે... અને આપે કહ્યા મુજબ, જે શાશ્વત સુખનું શાશ્વત ધામ “મોક્ષ છે, તે મોક્ષ પામવાની ઇચ્છા મારા મનમાં પેદા થઈ છે. પરંતુ એ શાશ્વત સુખના ધામનું સ્વરૂપ કેવું છે અને એ પામવાના ઉપાયો કયા છે, તે સમજાવવા કૃપા કરશો?”
“રાજન, ગૃહવાસ પ્રત્યે તમને વૈરાગ્ય થયો અને મોક્ષ પ્રત્યે રાગ થયો, એ તમારા આત્માની વિશુદ્ધિનું નિશાન છે. આત્માની વિશુદ્ધિનો પ્રારંભ “ભવ-વૈરાગ્યથી થાય છે, અને વિશુદ્ધિનો અંત મોક્ષમાં થાય છે. આત્મામાં અનાદિ કાળથી આઠ કર્મોની અશુદ્ધિ રહેલી છે.
જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અંતરાય, નામકર્મ, ગોત્રકર્મ, આયુષ્યકર્મ અને વેદનીય કર્મ – આ આઠ કર્મો છે. દરેક જીવાત્મા આ કર્મોથી આવરાયેલો છે. સુખ-દુઃખ, જન્મ-મૃત્યુ, જ્ઞાન-અજ્ઞાન અને વિવિધ નામ-રૂપ વગેરે આ કર્મોના કારણે હોય છે. જ્યારે આત્મા આ આઠેય કર્મોથી મુક્ત થાય ત્યારે એને મોક્ષ પ્રાપ્ત થાય છે, એટલે કે આત્મા સર્વથા વિશુદ્ધ બને છે.
આવા અનંત વિશુદ્ધ આત્માઓ, ચૌદ રાજલોકની ઉપર... જ્યાં સ્ફટિક રત્નની
૧૩૨
ભાગ-૧ + ભવ પહેલો
For Private And Personal Use Only