________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
બનાવવાની બાકી છે, તે સીડી તું એવી બનાવ કે, પહેલવહેલો જે માણસ એ સીડી ઉપર ચઢે, તે ઉપરના છેલ્લા પગથિયે પગ મૂકે... કે સીડી તૂટી પડે! બસ, આટલું કામ કરવાનું છે. પછીથી તારે પાકી... પથ્થરની સીડી બનાવવાની છે. હાલ લાકડાની સીડી બનાવજે.'
કારીગર તો જેમ શેઠ કહે તેમ કરે, એને કોઈ પ્રશ્ન કરવાનો ન હતો. એણે એ રીતે સીડી બનાવી દીધી. દ્રોણક પોતે એ સીડી જોઈ આવ્યો.
પછી તે જ્યોતિષીના ઘરે ગયો.
હવેલીમાં કુંભ-કળશ મૂકવાનું મુહૂર્ત કઢાવ્યું.
તે મારી પાસે આવ્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘વીરદેવ, વસંતપંચમીના શુભ દિવસે નવી હવેલીમાં કુંભ-કળશ મૂકવાનો છે. અને સર્વપ્રથમ તારે હવેલીમાં પ્રવેશ કરવાનો છે. હું તને લેવા માટે સવારે આવીશ.'
તે ખૂબ જ પ્રસન્ન હતો. મને મારી નાંખવાની યોજના પાર પાડવામાં... હવે ઝાઝી વાર ન હતી... હાથવેંતમાં કામ પાર પડી જવાની કલ્પનાથી તે નાચી રહ્યો હતો. અને યોજના મુજબ જો કાર્ય થઈ જાય તો એના પર કોઈ કલંક ના આવે વળી, હું ઘણા બધા પ્રતિષ્ઠિત શ્રેષ્ઠીઓના દેખતાં સીડી ઉપરથી પડું... એટલે નગરમાં એક જ ચર્ચા શરૂ થાય... ‘શ્રેષ્ઠીપુત્ર વીરદેવ સીડી ઉપર ચઢતા હતા ને સીડી તૂટી પડી... વીરદેવ ભૂમિ ઉપર પટકાઈ પડચા... ને મૃત્યુ પામ્યા...' દ્રોણક ઉપર કોઈ શંકા થાય જ નહીં.
તેણે નગરના લગભગ બધા જ પ્રતિષ્ઠિત નાગરિકોને આમંત્રણ આપ્યું હતું. હવેલીને પુષ્પોના હારોથી સજાવી હતી. હવેલીના પ્રાંગણમાં સુગંધી જલનો છંટકાવ કર્યો હતો. ચારે બાજુ સુગંધ ધૂપ પ્રગટાવ્યો હતો. વાજિંત્રોના નાદથી વાતાવરણને મંગલમય બનાવ્યું હતું.
તે મારા ઘેર આવ્યો, એમ બંને સાથે જ એની હવેલી પાસે પહોંચ્યા. એના પરિવારની સ્ત્રીઓએ મારું ઉચિત સ્વાગત કર્યું, મારી આરતી ઉતારી.
મેં દ્રોણકની સાથે હવેલીમાં પ્રવેશ કર્યો. અમારી પાછળ અન્ય મહાનુભાવોએ પણ પ્રવેશ કર્યો.
૨૦૦
એક પછી એક ખંડ દેખાડતો અને વર્ણન કરતો દ્રોણક મારી આગળ ચાલી રહ્યો હતો. હવેલી જોઈને લગભગ બધા જ શ્રેષ્ઠીઓએ પ્રશંસા કરી, પ્રશંસા સાંભળીને દ્રોણક ખૂબ જ રાજી થયો... નીચેનો ભાગ જોતાં-જોતાં અમે ઉપરના માળે જવાની સીડી પાસે આવ્યા... હવેલીનું વર્ણન કરવામાં મશગૂલ દ્રોણક... કે જે મારી આગળ ચાલતો હતો. તે સીડી ઉપર ચઢવા લાગ્યો. સીડી એવી હતી કે એકસાથે બે માણસ ના ચઢી શકે! દ્રોણક ચઢવા માંડ્યો, એટલે હું નીચે ઊભો રહી ગયો. ‘એ ચઢી જાય
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only