________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પછી હું ચટું.. એમ વિચાર કરતો હતો. દ્રોણક બોલતો જતો હતો... અને સડસડાટ ચઢતો હતો. જ્યાં એણે છેલ્લા પગથિયે પગ મૂક્યો... કે કડડડક-ભૂસ કરતી સીડી તૂટી પડી. દ્રોણક ઊંધા માથે પથ્થરની ભૂમિ પર પટકાઈ ગયો..
હું બેબાકળો બની ગયો. બધા જ નાગરિકો.... શ્રેષ્ઠીઓ અને દ્રોણકની પત્ની વગેરે હાહાકાર કરી ઊઠ્યાં. હું જઈને દ્રોણકની પાસે બેસી ગયો. એનું માથું ફાટી ગયું હતું. લોહી વહી રહ્યું હતું. વૈદ આવે એ પહેલાં તો એનું પ્રાણ-પંખેરું ઊડી. ગયું હતું.
દ્રોણકનું મૃત્યુ થયું...
મને મારવા જે ફાંસલો રચ્યો હતો, એ જ ફાંસલામાં એ પોતે ફસાઈ ગયો... ને કમોતે માર્યો ગયો.
એના પરિવારને આશ્વાસન આપ્યું. અને એના મૃતદેહનો અગ્નિ-સંસ્કાર કરી, અમે સહુ પોતપોતાના ઘરે ગયા. મારો વૈરાગ્ય તીવ્ર બન્યો. દ્રોણકની દુર્ઘટનાએ મારા આત્માને ઢંઢોળ્યો.
આમેય છ-છ જન્મોથી મારા આત્મામાં વૈરાગ્ય ભાવ ચાલ્યો આવતો હતો. એ વૈરાગ્ય ભાવ નિમિત્ત મળતાં જાગી ઊઠતો હતો.
મારા મનમાં વૈષયિક સુખો પ્રત્યે અનાસક્તિ પ્રગટી. મેં ગૃહવાસ છોડવાનો સંકલ્પ કર્યો. મેં મારા પરિવારને કહી દીધું : “હું ગૃહવાસ ત્યજીને સાધુધર્મ અંગીકાર કરીશ.'
ત્યાં મને અચાનક દ્રોણકને આપેલી લાખ સોનામહોરો યાદ આવી. મારા પરિવારને મેં કહ્યું : ‘દ્રોણકને આપેલી સોનામહોરો એની પત્ની પાસે માગશો નહીં... તમારે એ પાછી લેવાની નથી.” - સાધુધર્મ તરફ મારું આકર્ષણ તીવ્ર બની ગયું હતું. મારા આત્મામાં સાધુધર્મના પાલનની ઉચ્ચતમ ભાવના જાગી ગઈ હતી.
મેં મારા ઉપકારી ગુરુદેવ આચાર્યશ્રી દેવસેન ક્યાં વિચરે છે, તેની તપાસ કરાવી, તેમને હસ્તિનાપુર પધારવા માટે વિનંતી કરી. તેઓ પધાર્યા. તેઓએ મને વિધિપૂર્વક સાધુધર્મ પ્રદાન કર્યો.
ચઢતા પરિણામે સાધુધર્મનું નિરતિચાર પાલન કર્યું. જ કાળધર્મ પામીને હું ત્રીજા રૈવેયક-દેવલોકમાં દેવ થયો. * દ્રોણક મરીને “ધૂમપ્રભા' નામની નારકીમાં નારક થયો.
શ્રી સમરાદિત્ય મહાકથા
sી
For Private And Personal Use Only