________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
{ 385]
ત્રીજા રૈવેયક દેવલોકમાં લગભગ ૨૫ સાગરોપમ-કાળ સુધી મેં દિવ્ય સુખોનો અનુભવ કર્યો. આયુષ્ય પૂર્ણ થયું. પશ્ચિમ મહાવિદેહના ચંપાવાસ નગરમાં મને મનુષ્ય-જન્મ મળ્યો. મારા પિતાનું નામ માણિભદ્ર શ્રેષ્ઠી હતું અને માતાનું નામ ધારિણી હતું. મારું નામ “પૂર્ણભદ્ર' પાડવામાં આવ્યું હતું. પરંતુ જ્યારે સર્વપ્રથમ હું બોલતો થયો ત્યારે મારા મુખમાંથી પહેલો શબ્દ “અમર” નીકળ્યો! એટલે મારું બીજું નામ “અમરગુપ્ત રાખવામાં આવ્યું
હું [ધર્મઘોષ] બોલી ઊઠ્યો : “ગુરુદેવ, આપના વર્તમાન જીવનનો વૃત્તાંત હવે બતાવી રહ્યા છો?”
હા વત્સ, સોનાના ભાવથી શરૂ કરીને... આ વર્તમાન જીવન સુધી હું આવ્યો. આ જીવનમાં મને વૈરાગ્ય કેમ થયો, એ પણ બતાવીશ. એ પૂર્વે, સોનાના ભાવથી શરૂ કરીને સાતે ભવમાં મને દુઃખ આપનાર, મને મારનાર અને મારી સાથે માયા-કપટ કરનાર દ્રોણકનું શું થયું, તે વાત કરી દઉં.
તે મરીને “ધૂમપ્રભા' નામની નરકમાં ગયો હતો. ૧૨ સાગરોપમ સુધી ત્યાં દુઃખો ભોગવ્યાં. ત્યાંથી નીકળીને તે ‘સ્વયંભૂરમાં નામના મહાસમુદ્રમાં મોટો મગરમચ્છ થયો. ત્યાં જીવનપર્યત ઘોર હિંસા કરીને તે પુનઃ એ જ “ધૂમપ્રભા’ નરકમાં ચાલ્યો ગયો. ત્યાં બાર સાગરોપમ સુધી ભયંકર દુઃખો સહન કર્યા. ત્યાંથી નીકળીને તેણે તિર્યંચગતિના અસંખ્ય ભવ કર્યા... છેવટે તે ચંપાવાસમાં મનુષ્યજન્મ પામ્યો. નંદાવર્ત શ્રેષ્ઠીની પત્ની નંદાની પુત્રીરૂપે તેનો જન્મ થયો. તેનું નામ “નંદવંતી' રાખવામાં આવ્યું.
હું યૌવનમાં આવ્યો, નંદયતી પણ યૌવનમાં આવી હતી. એના પિતા નંદાવર્ત શ્રેષ્ઠી એક દિવસ અમારા ઘરે આવ્યા. મારા પિતાજીએ એમનું સ્વાગત કર્યું. યોગ્ય આસને બેસાડી તેમનો ઉચિત સત્કાર કર્યો અને પૂછુયું :
કહો શ્રેષ્ઠીવર્ય, અમારું આંગણું પાલન કરવાનું કોઈ પ્રયજન? મારા યોગ્ય કોઈ કાર્ય હોય તો નિવેદન કરો.”
નંદાવર્ત શ્રેષ્ઠીએ કહ્યું : “માણિભદ્રજી, નંદયંતી નામની મારી રૂપવતી પુત્રી છે... તેના માટે યોગ્ય શ્રેષ્ઠીપુત્રની શોધ કરી રહ્યો હતો. ત્યાં આપના પુત્ર “અમરગુપ્ત'ને મેં ગઈકાલે જોયા. મારું મન ઠર્યું છે. મારી પુત્રી માટે તેઓ સુયોગ્ય છે. માટે મારી વિનંતીનો સ્વીકાર કરો.'
મારા પિતાજીએ મારી માતાને બોલાવીને નંદાવર્ત શ્રેષ્ઠીના પ્રસ્તાવની વાત કરી. ૨૨
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only