________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારી માતાએ કોઈ મહોત્સવમાં નંદયંતીને જોઈ હતી. તેને ગમી હતી. એટલે તેણે મારા પિતાને અનુમતિ આપી દીધી... મારા પિતાજીએ નંદાવર્ત શ્રેષ્ઠીના પ્રસ્તાવને વધાવી લીધો.
શુભ દિવસે નંદયંતી સાથે મારાં લગ્ન થઈ ગયાં.
મેં એને જોઈ, મર્ન એ ગમી. મેં એને સ્નેહસાગરમાં નવરાવી નાંખી. પરંતુ એનો મારા પ્રત્યે સાચો સ્નેહ ન હતો. એના મનમાં કપટ રમતું રહેતું હતું. છતાં મારી સરળતાના કારણે વર્ષો સુધી અમે સંસારનાં સુખો નિર્વિઘ્નપણે ભોગવી રહ્યાં હતાં.
એને સુંદર વસ્ત્રો અને શ્રેષ્ઠ અલંકારો ખૂબ ગમતા હતા. હું એની ઇચ્છા મુજબ વસ્ત્રો લાવી આપતો હતો અને એને ગમે તેવાં સોનાનાં, રત્નોનાં અને મણિના અલંકારો બનાવરાવી આપતો હતો. છતાં એને તૃપ્તિ થતી ન હતી.
એક દિવસ એણે મને... ગભરાતાં-ગભરાતાં કહ્યું : હે નાથ, મારાં બે રત્નકુંડલ ખોવાઈ ગયાં છે... ઘણાં શોધ્યાં પણ જડતાં નથી...' તે ખૂબ વ્યાકુળ દેખાતી હતી. મેં એને કહ્યું : ‘નંદી, આટલી નાની વાતમાં તું કેમ વ્યાકુળ થઈ જાય છે? તારો ચહેરો તો અરીસામાં જો! કેવો રડમસ થઈ ગયો છે? ભલે ખોવાઈ ગયાં રત્નકુંડલો, હું નવાં બનાવરાવીને આપીશ!'
આ વાતની મારી બહેનોને ખબર પડી. મારી નાની બહેને કહ્યું : ‘ભાઈ, મારી ભાભીની વાત તમારે સાચી ના માનવી, એ ડગલે ને પગલે ખોટું બોલે છે... બા પણ જાણે છે... છતાં તમને દુઃખ થાય, માટે કહેતાં નથી. ભાભીએ કહ્યું ને કે એમનાં રત્નકુંડલ ખોવાયાં છે?’
મેં કહ્યું : ‘હા...'
‘ખોટી વાત છે... ખોવાયાં નથી, એમણે છુપાવ્યાં છે! અને ઢોંગ કેવો કરે છે?' બહેન નારાજ હતી.
મેં કહ્યું : ‘બહેન, એ ખોટું બોલે છે... કપટ કરે છે... તે સારું નથી, પરંતુ જો હું એને કહ્યું કે ‘રત્નકુંડલ તેં જ છુપાવ્યા છે... તું ખોટું બોલે છે...' તો શું થાય, તે તું જાણે છે ને? શા માટે ઘરમાં ક્લેશ પેદા કરવો? એના કરતાં એને નવાં રત્નકુંડલ બનાવી આપવાં... એ જ સારું ને?”
મારી બંને બહેનો મને ખૂબ ચાહતી હતી. તેઓ મારા સ્વભાવને જાણતી હતી. મને ઘરમાં ક્લેશ.... ઝઘડા... કે મારા-મારી જરાય ગમતી ન હતી, એટલે ઘરમાં કોઈપણ માણસ ક્લેશ વગેરે કરતા ન હતા. કોઈ આક્રોશ કરે તો પણ મને ના ગમે! એટલે મારાં માતા-પિતાથી માંડીને નાનામાં નાના માણસો પણ શાન્તિથી વાતો કરતાં હતાં.
નંદયંતીની ભૂલો મને દેખાતી હતી, પરંતુ એને હું મહત્ત્વ આપતો ન હતો.
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૨૦૩