________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નથી થતા? મારી આપને વિનંતી છે કે આપ એના ઘરમાં જડતી લેવરાવો.... પછી જેવી આપની ઇચ્છા! મેં તો મારું કર્તવ્ય બનાવ્યું છે...'
કેવળ એક માણસના કહેવાથી... રાજમાન્ય અને પ્રજાપ્રિય શ્રેષ્ઠીના ઘરમાં ચોરીના માલની તપાસ કરાવવાની વાત રાજાને જચી તો નહીં... રાજા મૂંઝવણમાં પડી ગયા. ઘણા વિચારો કર્યા પછી નિર્ણય કર્યો કે તપાસ તો કરાવવી, પરંતુ વિવેકપૂર્વક તપાસ કરાવવી.
રાજ્યના અધિકારીઓને બોલાવીને રાજાએ આજ્ઞા કરી: ‘તમે ચક્રદેવની હવેલીએ જાઓ. સાથે નગરના મહાજનને લઈ જજો, ચંદન શ્રેષ્ઠીના ભંડારીને પણ સાથે લઈ જજો. તપાસ કરો કે ચક્રદેવની હવેલીમાં ચોરીનો માલ છે કે કેમ?”
રાજ્યનો અધિકારી વર્ગ મહારાજાની આજ્ઞા સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. “ચકદેવ જેવા શ્રેષ્ઠ નાગરિકના ઘરમાં ચોરીના માલની તપાસ કરવાની?' તેઓ રાજમહેલમાંથી નીકળીને નગરના મહાજન પાસે ગયા. મહાજનો ભેગા થયા. અધિકારીઓએ રાજાની આજ્ઞાની વાત કરી. મહાજનના શ્રેષ્ઠીઓ એક-બીજાનાં મોઢાં જોવા લાગ્યા.. તેમને આ કાર્ય અનુચિત લાગ્યું. પરંતુ રાજાની આજ્ઞા સામે દલીલ કરવી પણ અનુચિત લાગી, ભય પણ લાગ્યો.
ચંદન શ્રેષ્ઠીના ભંડારીને પણ બોલાવવામાં આવ્યો. અધિકારીએ તેને કહ્યું : “ચોરાયેલી વસ્તુઓની માહિતી લઈને તારે અમારી સાથે ચક્રદેવની હવેલીમાં આવવાનું
ભંડારીનું મોટું પડી ગયું. તે બોલી ઊઠ્યો : “શું ચક્રદેવના ત્યાં?' અધિકારીઓએ માથું હલાવીને હા પાડી. સહુ નિરાશ વદને મારી હવેલીમાં પ્રવેશ્યા. મેં સહુનું ઉચિત સ્વાગત કરીને પૂછ્યું : 'કહો, મારે ત્યાં પધારવાનું પ્રયોજન?' | મુખ્ય અધિકારીએ વિનમ્ર ભાષામાં કહ્યું : અમે એ પૂછવા આવ્યા છીએ કે ચંદન શ્રેષ્ઠી સાથેની લેવડ-દેવડમાં કે બીજા કોઈની સાથેની લેવડ-દેવડમાં તમારી પાસે ચંદન શ્રેષ્ઠીની કોઈ વસ્તુ આવી છે?'
મારા મનમાં કોઈ શંકા હતી જ નહીં. મેં કહ્યું : “ના રે ના, મારી પાસે ચંદન શ્રેષ્ઠીની કોઈ વસ્તુ નથી આવી...”
અધિકારીએ કહ્યું : “હે શ્રેષ્ઠી પુત્ર, તમે ખોટું ના લગાડશો, અમારે મહારાજાની આજ્ઞા મુજબ તમારા ઘરની તપાસ કરવી પડશે. અમે તપાસ કરવા આવ્યા છીએ.”
મેં કહ્યું : આ વિષયમાં નારાજ થવાનું હોય જ નહીં. પ્રજાના કલ્યાણ માટે અને રક્ષણ માટે રાજાએ જાગ્રત રહેવું જ જોઈએ.'
શ્રી સમરાદિત્ય મહાકથા
૨૯
For Private And Personal Use Only