________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુધી મૂકવા આવી. ધર્મલાભ” નો આશીર્વાદ આપી શિખીકુમાર મેઘવન તરફ ચાલી નીકળ્યા.
જાલિન રાજી થઈ હતી શિખીકુમારના આગમનથી. તેણે મનમાં વિચાર્યું : “આ વખતે હું એ મારા શત્રુને મારીને જ રહીશ. હવે એ જીવતો નહીં જઈ શકે... પરંતુ એને મારવા માટે હજુ મારે એનો વધારે વિશ્વાસ સંપાદન કરવો પડશે.
એ સાધુ છે. સર્વજનપ્રિય છે. એટલે પ્રગટ રીતે તો એને મારી નહીં શકાય. કપટ જ કરવું પડશે. ઉપાય શોધવો પડશે... જ્યાં સુધી ઉપાય નહીં જડે ત્યાં સુધી મારે એનો ધર્મોપદેશ સાંભળવાનો દેખાવ કરવો પડશે. જો કે મને કંટાળો જ આવે છે... ઉપદેશ સાંભળવામાં... છતાં ભલે એ બોલતો રહે. હું મારે મારા વિચારો કરતી રહીશ.. એક દિવસ જરૂર ઉપાય જડી જશે,
બીજા દિવસે પણ દિવસના બીજા પ્રહરના પ્રારંભમાં શિખીકુમાર જાલિની પાસે પહોંચી ગયા. બીજા દિવસે જાલિની સ્વસ્થ હતી. દ્વાર પર ઊભી હતી. એણે મુનીન્દ્રનું સ્વાગત કરીને કહ્યું : “વત્સ, તું સાચે જ મારો માતૃભક્ત પુત્ર છે. તું મારા ભૂતકાળના અપરાધોને ભૂલી ગયો છે. મને તેં ક્ષમા આપી છે... મારા હૈયામાં તારા પ્રત્યે હેતનાં ઘોડાપૂર આવ્યાં છે.!'
શિખીકુમારે કહ્યું : “માતા, તમે પુત્રવત્સલ છો. શું થાય? મારા જ કોઈ પાપકર્મના ઉદયથી, પૂર્વાવસ્થામાં મારા પ્રત્યે આપને દ્વેષ થયેલો. અભાવ જાગેલો.... આપનો કોઈ જ દોષ ન હતો. આપની કોઈ જ ભૂલ ન હતી. મારાં એ પાપકર્મ નાશ પામ્યાં, એટલે આપના હૃદયમાં મારા પ્રત્યે વાત્સલ્ય પ્રગટ્યાં માતા, આ સંસારમાં અનંતકાળથી જીવોને ભટકાવનારાં આ પાપકર્મો જ છે. સર્વ જીવો કર્મવશ છે. કર્મવશ હોવાના કારણે ચૌદ રાજલોકમાં ભટકી રહ્યા છે. માટે કર્મોનો નાશ કરવાનો પુરુષાર્થ કરવો જોઈએ. ધર્મથી કર્મ નાશ પામે છે. માટે માતા, તારે ધર્મપુરુષાર્થ કરવો જોઈએ.'
વત્સ, તારી વાત સાચી છે. તું મને કહે તે ધર્મ કરું. હા, હું સાધુધર્મ સ્વીકારવા શક્તિમાન નથી. એ સિવાય તું કહે તે વ્રત... નિયમ ગ્રહણ કરું, તું કહે તે તપશ્ચર્યા કરું. મારે મારાં પાપકર્મોનો નાશ કરવો જ છે...”
જલિનીનાં વચનો સાંભળીને શિખીકુમાર ભાવવિભોર થઈ ગયા.. જોકે માતાનાં ઘણાં પાપકર્મો નાશ પામ્યાં લાગે છે... એટલે જ તેમને આવા શુભ ભાવો પ્રગટ્યા છે. તેઓ વ્રત-નિયમ ગ્રહણ કરવા તત્પર બન્યાં છે. મારું અહીં કૌશામ્બીમાં આવવું સફળ થયું છે.”
માતા, ધર્મપુરુષાર્થ કરવાની તમારી તત્પરતા જાણીને મને પાર વિનાનો હર્ષ થયો છે. તમે શ્રાવિકા બનો.' શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only