________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘કેવી રીતે વત્સ હું શ્રાવિકા બનું?”
‘સર્વજ્ઞ-વીતરાગ પરમાત્મા પ્રત્યે, નિગ્રંથ સાધુ પુરુષો પ્રત્યે અને જિનભાષિત ઘર્મ પ્રત્યે તમે શ્રદ્ધાવાન બનો. પછી તમે અણુવ્રતો ગ્રહણ કરો.”
* શિખીકુમારે જાલિનીને વ્રતો સમજાવ્યાં. છે જાલિનીએ વ્રતોને અંગીકાર કર્યો. * શિખીકુમારને જાલિની પ્રત્યે પૂર્ણ વિશ્વાસ થઈ ગયો.
જાલિનીએ કહ્યું : “વત્સ, તેં મારા પર ઉપકાર કર્યો. મારું શેષ જીવન તેં સુધારી દીધું.. મારો પરલોક સુધારી દીધો... હું ગ્રહણ કરેલાં વ્રતોનું દઢતાથી પાલન કરીશ, વત્સ તેથી મારાં પાપકર્મો નાશ પામશે ને?”
અવશ્ય, ધર્મથી જ કર્મ નાશ પામે છે. માતા, તમે સર્વ કર્મોનો નાશ કરી, તમારા આત્માને વિશુદ્ધ કરશો. સર્વે દુઃખોનો અંત આવી જશે. સર્વ સુખો-શ્રેષ્ઠ સુખો તમે પ્રાપ્ત કરશો.”
“વત્સ, તું સાધુ છે. તારાં વચનો સિદ્ધ થાઓ. પુત્ર, આજે હું આનંદિત થઈ છું. મારી એક ઈચ્છા જો તું પૂર્ણ કરે... તો હું વિશેષ આનંદિત થઈશ.'
મારી સાધુજીવનની મર્યાદામાં જો શક્ય હશે તો તમારી ઇચ્છા અવશ્ય પૂર્ણ કરીશ.”
“વત્સ, તારી આ વાત મને ગમતી નથી. માતાની ઈચ્છા પૂર્ણ કરવામાં... મર્યાદાનો વિચાર કરવાનો ના હોય.. મારી ઈચ્છા છે કે તું અહીં જ ભોજન કર, તારી સાથે આવેલા સર્વ સાધુઓ અહીં ભોજન કરો. બસ, મારી આટલી જ ઇચ્છા છે.”
“માતા, પુત્રને ભોજન આપવાની ઇચ્છા માતામાં હોય જ, પરંતુ હું તમારો પુત્ર જ નથી. સાધુ પણ છું! સાધુઓ આ રીતે એક ઘરમાં ભોજન ના કરે. તેઓ તો માધુકરી વૃત્તિથી ભોજન ગ્રહણ કરે, અને યોગ્ય ભૂમિમાં ભોજન કરે. એટલે તમે તમારો આગ્રહ છોડી દો. હા, તમારા ઘરમાંથી તમારા હાથે અમે આહાર ગ્રહણ કરી શકીએ.”
“વત્સ, તું માતાના હૃદયની ભાવનાને કાં તો સમજી શકતો નથી. કાં તારા હૃદયમાં માતૃભક્તિ નથી... નહીંતર આવી અભાગણ માતાની આટલી ઇચ્છા તું જરૂર પૂરી કરત... ખેર, જેવી તારી મરજી... વધારે આગ્રહ કરીને, મારે તારું મન દુભાવવું નથી. તું પ્રતિદિન અહીં આવે છે... મને ધર્મનો ઉપદેશ આપે છે... સ્નેહભરી વાતો કરે છે... એ જ ઘણું છે.”
જાલિની, શિખીકુમારને ફસાવવા પોતાની જાળ બરાબર પાથરી રહી હતી. સરલ... ભદ્રિક શિખીકુમાર એ જાળમાં ફસાવાનો વિચાર કરવા લાગ્યા!
૪૮૨
ભાગ-૧ # ભવ ત્રીજો
For Private And Personal Use Only