________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L GET
શિખીકુમાણ મુનીન્દ્ર ઉદ્યાનમાં આવ્યા. તેમના મુખ ઉપર કંઈક ઉદાસી છવાયેલી હતી. તેમના ચિત્તમાં વિચારોનો સંઘર્ષ ચાલતો હતો.
શું કરું? એક બાજુ માતા છે. બીજી બાજુ જિનાજ્ઞા છે. જો માતાની ઇચ્છા મુજબ એના ઘરમાં, અમારા માટે બનાવેલો આહાર ગ્રહણ કરીએ... અને ત્યાં જ ભોજન કરીએ તો જિનાજ્ઞાનું ઉલ્લંઘન થાય છે. જો આહાર ગ્રહણ નથી કરતા. તો થોડીઘણી ઉપશાન્ત બનેલી માતા પુનઃ ક્રેપવાળી બને ? મારા પ્રત્યે એનો રોષ ભભૂકી ઊઠે.. તો? આમેય સ્ત્રીઓ સ્વભાવે ચંચળ હોય છે. પહેલી ક્ષણે રાજી હોય, બીજી ક્ષણે નારાજ થઈ જતી હોય છે. સવારે પ્રેમ દેખાડે... સાંજે દ્વેષ વરસાવે...
આટલા દિવસ ઉપદેશ આપીને એના ચિત્તને શાંત કર્યું છે. વળી, એણે વ્રતનિયમો ગ્રહણ કરીને, પોતાનું જીવન પવિત્ર કર્યું છે. હવે એની ઇચ્છા જો પૂર્ણ નથી કરતો... તો કદાચ બધી વાત બગડી જાય..
શું કરું? ગીતાર્થ સ્થવિર મુનિઓની સલાહ લઉં તો? જિનાજ્ઞાનો ભંગ ના થાય અને માતાની ઇચ્છા પૂર્ણ થાય, એવો કોઈ માર્ગ તેઓ બતાવે. તો સરળતાથી આ પ્રરન ઊકલી જાય... એમ જ કરું.
આચાર્યશ્રી વિજયસિંહે શિખીકુમારની સાથે પાંચ એવા શાસ્ત્રજ્ઞ ગીતાર્થ સ્થવિર મુનિઓને મોકલ્યા હતા. જોકે શિખીકુમાર પણ સ્વયં ગીતાર્થ હતા જ, છતાં તેઓ સાથેના ગીતાર્થોની સંમતિ સાધવા ઇચ્છતા હતા. તેઓને વિશ્વાસમાં લેવા ઇચ્છતા હતા. તેમણે પાંચે ગીતાર્થ સ્થવિરોને બોલાવ્યા. આદરપૂર્વક પોતાની પાસે બેસાડ્યા. ગીતાર્થોને શિખીકુમાર પ્રત્યે પૂજ્યભાવ હતો. સદૂભાવ હતો. આંતરિક સ્નેહ હતો.
શિખીકુમારે કહ્યું : “એક વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. એ પ્રશ્નનું સમાધાન શોધવા તમને બોલાવ્યા છે. તમે સહુ શાસ્ત્રજ્ઞ છો, ગીતાર્થ છો. જિનમતના ઉત્સર્ગ અને અપવાદ તમે જાણો છો.'
હે મુનીશ્વર, આપ સ્વયં શાસ્ત્રજ્ઞ છો, ગીતાર્થ છો અને જિનમતના ઉત્સર્ગમાર્ગને તથા અપવાદ માર્ગને સુપેરે જાણો છો.'
હે મુનિશ્રેષ્ઠો, ક્યારેક પ્રજ્ઞા દૂષિત થાય છે ત્યારે શાસ્ત્રવચનોના અર્થઘટનમાં ભૂલ થવાનો સંભવ રહે છે. ક્યારેક આપણા બદ્ધ વિચારોને અનુરૂપ શાસ્ત્રના અર્થો કરવાની ભૂલ થઈ જતી હોય છે. વાસ્તવમાં શાસ્ત્રના અર્થો પૂર્વબદ્ધ વિચારોથી મુક્ત થઈ, મધ્યસ્થ ભાવે અર્થ કરવા જોઈએ. અત્યારે હું મારી માતાના ચિત્તનું સમાધાન શ્રી સમરાદિત્ય મહાકથા
૪૮૩
For Private And Personal Use Only