________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ ઘાસ પરથી ઓસબિંદુ સરી પડે છે, તેમ કાળનો ઝપાટો આવતાં જીવન સમાપ્ત થઈ જાય છે.'
શિખીકુમારના મુખમાંથી તસ્વામૃતની ધારા વહી રહી હતી, કાલિનીના હૃદયમાં દ્વેષની આગ સળગી રહી હતી.. એ તો “આ શિખીને કેવી રીતે મારી નાંખવો...' એની યોજના વિચારી રહી હતી! શિખીકુમારનો એક શબ્દ પણ એ સાંભળતી ન હતી, સાંભળવાનો માત્ર અભિનય કરતી હતી. એનું રુદન, એનો કલ્પાંત... બધું જ અભિનય હતું... કપટ હતું. નર્યો પ્રપંચ હતો.
શિખીકુમાર એના અભિનયને વાસ્તવિક સમજી રહ્યા હતા. એના બાહ્ય વ્યવહારને, બાહ્ય દેખાવને સત્ય માની રહ્યા હતા. જાલિનીના હૃદય પર એમને કોઈ શંકા રહી ન હતી : “પિતાજીની મૃત્યુથી ખરેખર, માતા અત્યંત વ્યથિત છે... અને મારા પ્રત્યે હવે એના ચિત્તમાં કોઈ દુર્ભાવ નથી રહ્યો. એ હવે મને ચાહે છે. છેવટે, મને જન્મ આપનારી મા છે ને! માનું હૃદય સદૈવ પોતાનાં સંતાનો પ્રત્યે પ્રેમ ભરેલું હોય છે... એ તો મારો જ કોઈ પાપકર્મનો ઉદય હતો, કે જેના કારણે પૂર્વાવસ્થામાં એને મારા પ્રત્યે અણગમો થઈ ગયેલો.. એ પાપકર્મનો ક્ષય થઈ ગયો. એટલે માતાનો વેષ દૂર થઈ ગયો અને સદ્ભાવ જાગ્રત થઈ ગયો. હું એને પ્રતિદિન જિનવચનો સંભળાવીશ. એના ઉદાસ થઈ ગયેલા હૃદયને પ્રફુલ્લિત કરી દઈશ. શોકકુલ ચિત્તને હર્ષથી ભરી દઈશ.... અને મોક્ષમાર્ગની આરાધિકા બનાવી દઈશ! એના આત્માની યોગ્યતા પરિપક્વ થઈ ગયેલી લાગે છે. જરૂર તેના આત્મામાં જિનવચનો પરિણત થશે.' શિખીકુમારની આ વિચારધારા હતી. માતાના ઉપકારોનો બદલો વાળવાની તીવ્ર ભાવના હતી...
શિખીકુમારે કહ્યું : “માતા, હવે અનુમતિ આપો. અમે મેઘવનમાં સ્થિરતા કરી છે. ત્યાં જઈશું. પુનઃ આવતી કાલે અહીં આવીશું જ્યાં સુધી કૌશાંબીમાં સ્થિરતા રહેશે ત્યાં સુધી પ્રતિદિન અહીં આવીને તમને જિનવચનો સંભળાવીશ.'
જાલિની વિહ્વળ બની ગઈ. “વત્સ, શું તું જવાની વાત કરે છે? મેઘવનમાં રહેવાની વાત કરે છે? ના, ના, તું આ હવેલીમાં જ રહે.”
માતા, મારી સાથે એક સો મુનિવરો છે. અમારા માટે મેઘવનમાં રહેવું જ ઉચિત છે.”
પુત્ર, આ હવેલી ઘણી મોટી છે. સો નહીં, પાંચસો માણસો પણ આ હવેલીમાં રહી શકે છે.” “માતા અમારી સાધુજીવનની મર્યાદાઓનું પાલન અહીં ના થઈ શકે.”
પરંતુ વત્સ, તું અહીં રહીશ તો મારા મનને શાંતિ મળશે.. મારી ખાતર શું તું અહીં ના રહી શકે?'
હું પ્રતિદિન અહીં આવીશ. દિવસે અહીં રહીશ... રાત્રિ મેઘવનમાં રહીશ.” શિખીકુમાર ઊભા થયા. જાલિનીએ ઊભા થઈને વિદાય આપી. હવેલીના ધાર ४८०
ભાગ-૧ * ભવ ત્રીજો
For Private And Personal Use Only