________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતપ્રભ.. વિમૂઢ બની ગયા. જાલિની ઊભી થઈ... બે હાથ પહોળા કરી તે શિખીકુમાર તરફ ધસી આવી. તેનાં આંખોમાંથી અવિરત અશ્રુધારા વહેવા લાગી.... શિખીકુમાર બોલ્યા : “આર્યા જાલિની, હું શિખીકુમાર, તમારા નિમંત્રણથી અહીં આવ્યો છું....'
નહીં, નહીં, આર્યા જાલિની નહીં, મા કહો વત્સ!” ‘પરંતુ...”
મા કહો વત્સ, મા કહો! શિખી, લાખ-લાખ વર્ષથી આ શબ્દ સાંભળવા તલસી રહી છું વન્સ. જાલિનીનો કરુણ સ્વર, તેની ભાવભંગી અને કાકલૂદીથી વિવશ બનેલા શિખીકુમારના મુખમાંથી શબ્દ નીકળી ગયો “મા...!'
“ઓહ, વત્સ... હું ધન્ય થઈ આજે લાખ-લાખ વર્ષની પ્રતીક્ષા પછી આજે. મૃત્યુના કિનારે જ્યારે ઊભી છું ત્યારે મને આ શબ્દ સાંભળવા મળ્યો.. પુત્ર, મારો સંદેશો સાંભળીને તું અહીં આવ્યો તેથી મારા હર્ષની કોઈ સીમા નથી. જોકે વત્સ, તારો સંયોગ તારા વત્સલ પિતા સાથે ન થઈ શક્યો. એનું તને દુઃખ હશે. પરંતુ કાળની ગતિ વિચિત્ર છે. તેઓ અલ્પ માંદગીમાં જ ચાલ્યા ગયા... મને એકલીઅલી છોડીને. હવે આ સંસારમાં મારું કોણ? કોઈ નહીં. તે આ હવેલી જોઈને વલ્સ? કેવી વેરાન ઉજ્જડ થઈ ગઈ છે? મારું જીવન પણ વેરાન-ઉજ્જડ થઈ ગયું..”
જાલિની રુદન કરવા લાગી.
મુનીન્દ્ર શિખીકુમારને બેસવા પરિચારિકા એક કાષ્ઠાસન લઈ આવી. શિખીકુમાર આસન પર બેઠા. સાથેના મુનિ શિખીકુમારની પાછળ ભૂમિ પર આસન પાથરીને બેઠા.
શિખીકુમારે ધીર ગંભીર સ્વરમાં કહ્યું: “માતા, તમે રુદન ના કરો. શોક ના કરો, તમે જાણો છો કે સંયોગો ગમે ત્યારે વિયોગમાં પરિણમે છે. જે મનુષ્ય પ્રિયજનોના સંયોગોને શાશ્વત સમજીને જીવે છે, તે વિયોગના સમયે અત્યંત દુઃખી થાય છે. એટલે તીર્થકરો કહે છે કે સંયોગજન્ય પદાર્થોમાં આસક્તિ કરવી નહીં. સંયોગજન્ય સુખોમાં મમત્વ કરવું નહીં, કે જેથી એ સુખો ચાલ્યાં જાય ત્યારે દુઃખ ના થાય.
માતા, આપણો જીવ એકલો જન્મે છે ને એકલો મરે છે. તો પછી, જન્મ અને મૃત્યુ વચ્ચેના જીવનમાં શા માટે બીજા જીવોનો સંયોગ કરે છે? શા માટે સંયોગોનાં બંધનો બાંધે છે? માતા, તમે મનમાં ભૂતકાળમાં સંયોગજન્ય સુખોની સ્મૃતિ જ ના કરો. આત્માના એકત્વનું ચિંતન કરો : “મારો આત્મા એકલો છે. મારું કોઈ નથી. હું કોઈની નથી.' આ રીતે તમારા આત્માનું તમે અનુશાસન કરો. એનાથી તમારું દુઃખ દૂર થશે. તમે સ્વસ્થ બની ધર્મ આરાધનામાં ઉજમાળ બની શકશો.
જેવી રીતે સંયોગજન્ય સુખોમાં રાગ નથી કરવાનો, એવી રીતે જીવન પ્રત્યે પણ અનુરાગી નથી બનવાનું. જીવનનો મોહ નથી કરવાનો. કારણ કે જીવન વીજળીના જેવું ચંચળ છે. દાભના ઘાસ પર રહેલા ઓસબિંદુ જેવું છે. પવનનો ઝપાટો આવતા શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only