________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાવલીએ કુલદેવતાની પૂજા શરૂ કરી દીધી. પરમાત્માની પૂજા-અર્ચનામાં મનને વધુ તન્મય કરવા લાગી. સાધુ પુરુષોને દાન આપવા લાગી. દીન-હીન અને અનાથ જનો ઉપર ઉપકાર કરવા લાગી.
એને જોઈતો હતો પુત્ર એને જોઈતો હતો વારસદાર!
૦ ૦ ૦ આકાશમાં વાદળ ઘેરાઈ રહ્યાં હતાં. વચ્ચે વચ્ચે ચતુર્થીના ક્ષીણફાય ચંદ્ર દેખાઈ જતો હતો. તેનાથી રાત્રિનો અંધકાર થોડો પ્રતિભાસિત થઈ જતો હતો. એક-બે તારા પણ ક્યારેક-ક્યારેક દષ્ટિપથમાં આવી જતા હતા. નીલમણિ પ્રાસાદના શયનગૃહમાં મંદ-મંદ રત્નદીપકો સળગી રહ્યા હતા. મહારાણી કુસુમાવલી નિદ્રાધીન હતી. રાત્રિના ત્રણ પ્રહર વ્યતીત થઈ ગયા હતા... નીરવ રાત્રિમાં મહારાણીને એક ભયાનક સ્વપ્ન આવ્યું તેના ઉદરમાં એક કાળો સર્પ પ્રવેશ કરે છે. પછી બહાર નીકળે છે અને સિંહાસન ઉપર બેઠેલા રાજાને ડંખ મારે છે. મહારાજા સિંહાસન ઉપરથી નીચે પડી જાય છે....' પૂરું થઈ જાય છે... ને ચીસ પાડતી કુસુમાવલી જાગી જાય છે. ચીસ સાંભળીને શયનગૃહનો પ્રહરી ખંડમાં આવી જાય છે.
મહાદેવી, શું થયું? કંઈ જોયું? આપે ચીસ પાડી?” “વત્સ, સ્વપ્નમાં ચીસ પડાઈ ગઈ હશે.. હવે હું સ્વસ્થ છું.”
પ્રહરી પુનઃ પોતાના સ્થાને જઈને ઊભો રહી ગયો. શયનગૃહનો દરવાજો ધીરેથી બંધ કર્યો.
મને કેવું ખરાબ સ્વપ્ન આવ્યું? ક્યારેય નહીં, આજે જ આવું અહિત કરનારું... દુઃખ આપનારું સ્વપ્ન આવ્યું.. સારું થયું કે મહારાજાના ગયા પછી મને સ્વપ્ન આવ્યું. તેઓ શયનખંડમાં હોત તો? એ મને પૂછત... “શું થયું દેવી?' હું કદાચ સ્વપ્ન કહી દેત... તો તેઓ પણ અવ્યક્ત ભયથી ગભરાઈ જાત. ના, હું એમને આ સ્વપ્નની વાત નહીં કરું. જ્ઞાની પુરુષો કહે છે કે ખરાબ સ્વપ્ન આવે તો કોઈને કહેવું નહીં... પાછા સૂઈ જવું... એટલે સ્વપ્ન નિષ્ફળ જાય!'
કુસુમાવલીએ પુનઃ પલંગમાં લંબાવી દીધું. સુઈ જવાનો નિદ્રાધીન થવાનો પ્રયત્ન કર્યો, પરંતુ પ્રયત્ન એનો સફળ ના થયો. એ જાગતી રહી. પડખાં ઘસતી રહી... અને પૂર્વ દિશામાં અરુણોદય થઈ ગયો. તે પલંગમાંથી નીચે ઊતરી. નાનગૃહમાં ગઈ. સ્નાન કરી વસ્ત્રો ધારણ કરી તે મહારાજાના ખંડમાં પહોંચી. મહારાજા જાગી શ્રી સમરાદિત્ય મહાકથા
૨:૩
For Private And Personal Use Only