________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે નગરની બહાર આવેલા ‘નાગદેવ’ ઉદ્યાનમાં જાય છે. ચાર યોજનના વિસ્તારમાં પથરાયેલા ઉદ્યાનમાં તેનો અશ્વ ધીમે-ધીમે ચાલી રહ્યો છે.
‘નાગદેવ’ ઉદ્યાનના પશ્ચિમ-વિભાગમાં કે જ્યાં વૃક્ષો સિવાય કોઈ વનરાજી ન હતી, વનસ્પતિ ન હતી, ત્યાં રાજકુમારે એક મનભાવન દૃશ્ય જોયું. તે અશ્વ ઉપરથી નીચે ઊતરી ગયો. અશ્વને એક વૃક્ષની નીચે ઊભો રાખી કુમાર પગે ચાલતો આગળ વધ્યો.
તેણે એક વૃક્ષ નીચે નિર્જીવ ભૂમિભાગ ઉપર, એક કાષ્ઠાસન પર બેઠેલા ચંદ્ર જેવા શીતળ અને સૂર્ય જેવા તેજસ્વી મહામુનિને બેઠેલા જોયા. તેમનાથી થોડે દૂર સેંકડોની સંખ્યામાં મુનિજનોને જોયા. સહુ પોતપોતાની ધર્મ-આરાધનામાં લીન હતા.
કુમારે પોતાના જીવનકાળમાં આવું દૃશ્ય પૂર્વે જોયું ન હતું. તેને આહ્લાદ થયો. તેનું મન એ ભવ્ય આકૃતિવાળા મહામુનિ તરફ આકર્ષાયું.
કુમારે વિનયપૂર્વ મુનિરાજને વંદના કરી. મુનિરાજે ‘ધર્મલાભ'નો આશીર્વાદ આપ્યો. કુમારને મુનિરાજનો ગંભીર ધ્વનિ ગમી ગયો.
મુનિરાજની અનુમતિ લઈને કુમાર જમીન પર બેઠો. એના મનમાં કેટલાક પ્રશ્નો ઉદ્ભવ્યા. તેણે વિનયપૂર્વક મુનિરાજને એ પ્રશ્નો પૂછ્યા :
* ‘હે મુનિવર, આપ યુવાન છો. આપ રૂપવાન છો. આપનામાં શક્તિ અને સામર્થ્ય -ષ્ટિગોચર થાય છે... વૈયિક સુખો ભોગવવાના આ કાળમાં આપે સાધુતા શા માટે સ્વીકારી?
* ‘શું આપના જીવનમાં કોઈ દુઃખદ પ્રસંગ બન્યો હતો?
* ‘આપને વૈરાગ્ય થવાનું કોઈ નિમિત્તે મળ્યું હતું?’
‘હે પૂજ્ય, જો આપને સમયની અનુકૂળતા હોય અને મારા પ્રશ્નો ઉચિત હોય, તો મારા મનનું સમાધાન કરવા કૃપા કરો.’
એ મુનિરાજ હતા આચાર્યશ્રી ધર્મઘોષ. શિષ્યપરિવાર સાથે તેઓ જયપુરના ‘નાગદેવ’ ઉદ્યાનમાં પધાર્યા હતા. તેઓ વિશિષ્ટ કોટિના જ્ઞાની પુરુષ હતા. કોઈપણ દોષ વિનાનું સાધુજીવન જીવનારા હતા. ઇન્દ્રિયવિજેતા હતા. શાન્ત-પ્રશાન્ત તેમનું વ્યક્તિત્વ હતું.
તેઓએ કલ્પના કરી લીધી હતી કે ‘આ રાજકુમાર છે.’
તેના વિનય અને તેના પ્રશ્નોથી જાણી લીધું હતું આ આત્મા ઊર્ધ્વગામી છે. સુયોગ્ય અને સુપાત્ર છે.
આચાર્યદેવે કહ્યું : ‘કુમાર, તારા પ્રશ્નોના પ્રત્યુત્તર અત્યારે જ આપું છું. તે એકાગ્ર મનથી સાંભળજે.'
‘કુમાર, તને આશ્ચર્ય થાય છે કે ભોગસુખો ભોગવવાના યૌવનકાળમાં મેં આ સાધુતા કેમ સ્વીકારી? એનું કારણ છે મૃત્યુનો અવબોધ. કુમાર, મૃત્યુને મનુષ્યની શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૨૦૯