________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઈ અવસ્થા માટે સહાનુભૂતિ નથી. એ બાલ્યાવસ્થાની પણ શરમ નથી રાખતું! એ બાળકને પણ ઉપાડી જાય છે, તરુણનો પણ કોળિયો કરી જાય છે અને યુવાનને પણ છોડતું નથી. ખેર, વૃદ્ધાવસ્થા તો મૃત્યુ માટે જ હોય છે.
કુમાર, જે કોઈપણ સ્થળે કે કોઈપણ સમયે મૃત્યુ આવી શકે છે તો પછી, એ આવે એ પૂર્વે આ મનુષ્યજીવનનો ઉપયોગ આત્મકલ્યાણની આરાધના કરી લેવા માટે કરી લેવો જોઈએ. મનુષ્ય સમજવું જોઈએ કે એનું જીવન આત્માની વિશુદ્ધિ કરવા માટે છે. અને આત્માની વિશુદ્ધિ ત્રણ વાતોથી થાય છે. અહિંસાથી, સંયમથી અને તપથી.”
ગુરુદેવ, શું ગૃહસ્થજીવનમાં અહિંસા, સંયમ અને તપની આરાધના દ્વારા આત્મવિશુદ્ધિ ના કરી શકાય?” સિંહકુમારે પૂછ્યું.
મહારાજ કુમાર, ગૃહસ્થજીવન જ એવું છે કે તે જીવનમાં પૂર્ણરૂપે અહિંસાનું પાલન ન થઈ શકે. પૂર્ણરૂપે સંયમનું પાલન ના થઈ શકે અને પૂર્ણરૂપે તપ પણ ના કરી શકાય. આંશિક રૂપે આ ત્રણેની આરાધના થઈ શકે. જો પૂર્ણરૂપે આત્માની વિશુદ્ધિ કરવાની તમન્ના પેદા થાય તો સાધુતા સ્વીકારવી જ જોઈએ.
સાધુતાનું શ્રેષ્ઠપાલન કરવાની વય છે યૌવન-વ! યૌવનમાં, કે જ્યારે પાંચે ઇન્દ્રિયો સશક્ત હોય છે ત્યારે જ્ઞાન-ધ્યાનનો ભવ્ય પુરુષાર્થ થઈ શકે. વૃદ્ધાવસ્થામાં ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે. કાયા અશક્ત બની જાય છે. ત્યારે સાધુતાની શ્રેષ્ઠ આરાધના સંભવી શકતી નથી.
પરંતુ ગુરુદેવ, યૌવનકાળમાં વૈષયિક સુખો ભોગવવાની આપને ઇચ્છા જ ન જાગી?' કુમારે જિજ્ઞાસા વ્યક્ત કરી.
મહાનુભાવ, ઇચ્છાઓ જાગતી હતી, વૈષયિક સુખો ગમતાં હતાં, પરંતુ જ્યારે મૃત્યુ” નો બોધ થયો.. “મૃત્યુ'ની ભયાનકતા સમજાણી ત્યારે પેલી ઇચ્છાઓ શમી ગઈ... કુમાર, મૃત્યુનો ભય વૈષયિક સુખોથી મનુષ્યને વિરક્ત બનાવે છે, વિરક્તિને ટકાવે છે. એટલે આજે પણ અમે સાધુઓ મૃત્યુને આંખ સામે રાખીને જીવન જીવીએ છીએ. મન શુભ વિચારોમાં પ્રવૃત્ત રહે છે. વાણી પ્રશસ્ત રહે છે. અને પાંચ ઇન્દ્રિયો અશુભ પ્રવૃત્તિમાં જતી નથી.
‘પ્રભો, આ મૃત્યુનો બોધ આપને સ્વયે થયો કે કોઈ જ્ઞાની પુરુષે કરાવ્યો?' કુમારે વિનયથી પૂછ્યું.
એ મૃત્યુબોધ મને એક મહાન જ્ઞાની પુરુષે કરાવ્યો હતો. એમના સાન્નિધ્યથી જ મને વૈરાગ્ય થયો હતો. મારા ગૃહસ્થજીવનમાં એવી કોઈ દુઃખદ પ્રસંગ નહોતો બન્યો.. અલબત્ત ગૃહસ્થજીવનમાં પણ મને વૈષયિક સુખો પ્રત્યે ઉદાસીનતા તો હતી જ! હું મારી આસપાસના લોકોનાં ઘરોમાં થતા ક્લેશ, વિવાદ, ઝઘડા.. મારામારી... સ0
ભાગ-૧ ભવ બીજો
For Private And Personal Use Only