________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગાળાગાળી વગેરે જોતો હતો. લોકોની વાર્થ-પરાયણતા જોતો હતો. સ્ત્રી અને પૈસાની ખાતર પિતા-પુત્રને લડતા જોતો હતો, ભાઈ-ભાઈ વચ્ચે થતાં યુદ્ધો જોતો હતો. હિંસા, ચોરી અને અનાચારોથી ભરેલા ગૃહસ્થજીવન પ્રત્યે મને કોઈ જ આકર્ષણ ન હતું. એટલે માતા-પિતાનો આગ્રહ હોવા છતાં મેં લગ્ન નહોતાં કયાં!
‘ભગવંત, મારો અવિનય થતો હોય તો મને ક્ષમા કરજો, પરંતુ મારે જાણવું છે કે ગૃહવાસનો ત્યાગ કરવા જેવો વૈરાગ્ય આપના હૃદયમાં કેવી રીતે પ્રગટ્યો? જ્યારે કે આપ ગૃહવાસમાં પણ વિરક્ત તો હતા જ!'
કુમાર, આ જ પ્રદેશમાં એક રાજપુર નામનું નગર છે. એ નગરમાં મારો જન્મ થયો હતો. મને લોકો “ધર્મઘોષ'ના નામે ઓળખતા હતા. અને ખરેખર મને ધર્મ અને ધર્મગુરુઓ ગમતા હતા. નગરમાં કોઈપણ મહાત્મા પુરુષ આવે એટલે હું બધાં કામ પડતાં મૂકીને એમની પાસે પહોંચી જતો! એમની પાસે બેસતો, એમની સેવા કરતો અને એમનો ધર્મોપદેશ સાંભળતો.'
એક દિવસ મારા મિત્રોએ મને સમાચાર આપ્યા :
ધર્મઘોષ, નગરની બહાર એક જૈનાચાર્ય પધાર્યા છે. તેમની સાથે એક હજાર મુનિઓ છે. “અશોકવન'માં તેઓ બિરાજમાન છે. અને અમે સાંભળ્યું છે કે એ અમરગુપ્ત આચાર્યને “અવધિજ્ઞાન” થોડા સમય પહેલાં જ પ્રગટ થયું છે.'
કુમારે અજાણ્યો શબ્દ “અવધિજ્ઞાન' સાંભળીને ગુરુદેવને પૂછ્યું : “ગુરુદેવ અવધિજ્ઞાન' એટલે કેવું જ્ઞાન હોય?'
આચાર્યદેવે કહ્યું : કુમાર, અવધિજ્ઞાન પ્રગટ થયા પછી એ જ્ઞાની પુરુષને મન અને ઇન્દ્રિયોનો સહારો લીધા વિના જ્ઞાન થાય છે. તેઓ ભૂતકાળની વાતોને, ભવિષ્યકાળની વાતોને, અમુક જન્મોની મર્યાદામાં, જાણી શકે છે. તેઓ દૂર-દૂરનું જોઈ શકે છે, જાણી શકે છે. અલબતું તેમને અમુક ગાઉની યોજનાની મર્યાદા હોય છે. આ જ્ઞાન સીધું જ આત્મામાંથી પ્રગટે છે. તેમાં મન કે ઇન્દ્રિયોનાં માધ્યમની જરૂર પડતી નથી. તેઓ પોતાના ભૂતકાલીન-ભવિષ્યકાલીન જન્મોને જાણે, તેવી રીતે બીજાના પણ ભૂત-ભાવીના ભાવો જાણી શકે ને કહી શકે!
કુમાર, આવું અવધિજ્ઞાન મનુષ્યને તો એની આત્મવિશુદ્ધિના આધારે પ્રગટે, પરંતુ દેવલોકમાં તો બધા જ દેવોને આ જ્ઞાન હોય જ! ઓછું-વતું હોય, સ્પષ્ટઅસ્પષ્ટ હોય.. તરતમતા હોય, પરંતુ જ્ઞાન હોય બધા દેવોને! વ્યંતરદેવોને, જ્યોતિષ દેવોને, ભવનપતિના દેવોને અને વૈમાનિક દેવોને... બધાને હોય.
એવી રીતે નારકીઓમાં રહેલા જીવોને પણ અવધિજ્ઞાન હોય. સમકિત દૃષ્ટિ જીવોને સ્પષ્ટ હોય, મિથ્યાત્વી જીવોને અસ્પષ્ટ હોય, તેને વિર્ભાગજ્ઞાન' કહેવામાં આવે છે.” કુમારને ‘અવધિજ્ઞાનના વિષયમાં જાણવાની વિશેષ જિજ્ઞાસા પ્રગટી. તેણે પૂછ્યું :
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only