________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘ગુરુદેવ, શું એ અવધિજ્ઞાનનું ક્ષેત્ર ઘટે-વર્ષે ખરું?’
‘હા, ઘટેય ખરું ને વધે પણ ખરું! ધટવા-વધવાનો આધાર મનુષ્યની ભાવાત્મક યોગ્યતા હોય છે.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘પછી આપ એ અવધિજ્ઞાની આચાર્યદેવ પાસે ગયા હતા?'
‘હા, મિત્રોની સાથે હું ‘અશોકવન’માં પહોંચ્યો. જેવું આ ‘નાગદેવ-ઉદ્યાન' છે, તેવું શાન્ત, રમણીય અને શ્રમણો માટે સુયોગ્ય એ ‘અશોકવન’ છે. રાજપુરમાં જે કોઈ સાધુપુરુષો પધારે, તેઓ મોટાભાગે અશોકવનમાં જ પધારે!'
અમે જઈને આચાર્યદેવને ભાવપૂર્વક વંદના કરી.
યૌવન !
અદ્ભુત રૂપ! સૌમ્ય મુખાકૃતિ! અપૂર્વ જ્ઞાનપ્રતિભા
મને લાગ્યું કે, ‘આ મહાપુરુષ નવાં કર્મો તો બાંધતા જ નહીં હોય! એમનો કોઈ દિવસ તપશ્ચર્યા વિનાનો પસાર નહીં થતો હોય! એમનાં દર્શન કરનાર દેવ હો કે મનુષ્ય હો, દીન હો કે હીન હો... અંક હો કે રાજા હો - પાવન થયા વિના નહીં રહેતો હોય!
આચાર્યદેવની પધરામણીના સમાચાર સમગ્ર રાજપુરમાં ફેલાયા હતા. અમારા નગરના મહારાજા અરિમર્દન, પોતાના રાજપરિવાર સાથે વંદન કરવા માટે આવ્યા હતા. બીજા હજારો નગરજનો આચાર્યદેવનાં દર્શન કરવા ઊમટી રહ્યા હતા.
‘કુમાર, જેમ તારા મનમાં અહીં આવ્યા પછી જિજ્ઞાસા પ્રગર્ટી અને પ્રશ્નો પૂછ્યા, તેમ મારા મનમાં પણ ઘણા પ્રશ્નો ઉદ્દભવ્યા. મેં વિચાર્યું કે થોડા સમયમાં લોકોની ભીડ ઓછી થઈ જશે, મહારાજા પણ ચાલ્યા જશે, પછી હું આચાર્યદેવનાં ચરણોમાં બેસીને પ્રશ્નો પૂછીશ... તેઓ જરૂર મારા મનનું સમાધાન કરશે. હું થોડે દૂર ઊભો હતો, પરંતુ મારી આંખો તો એ મહાપુરુષને જ જોઈ રહી હતી.
એમનામાં કોઈ આકર્ષણ હતું, કે જે મને ખેંચતું હતું. એમની એવી કોઈ દિવ્ય પ્રતિભા હતી, જે મને પ્રભાવિત કરતી હતી. મારી તૃષા અને ક્ષુધા જાણે અદૃશ્ય થઈ ગઈ હતી.
ભીડ વિખરાઈ ગઈ, પરંતુ
* મહારાજા ચાલ્યા ન ગયા. તેઓ આચાર્યદેવની પાસે બેસી રહ્યા.
૧૨
હું આચાર્યદેવની નિકટ ગયો અને ભાવપૂર્વક વંદના કરી. વિનયપૂર્વક તેઓની સામે, શુદ્ધ ભૂમિ પર બેઠો.
‘ધર્મલાભ!’ આચાર્યદેવે આશીર્વાદ આપ્યા.
For Private And Personal Use Only
ભાગ-૧ * ભવ બીજો