________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજા અરિમર્દને ગુરુદેવને પ્રશ્ન પૂછ્યો :
‘હે ભગવંત, આપ ત્રણે કાળના પદાર્થોને અવધિજ્ઞાનથી જાણી શકો છો, મારે બીજું કંઈ જાણવું નથી, માત્ર આપનું જન્મો-જન્મનું ચરિત્ર સાંભળવું છે... આપ કેવી રીતે અને ક્યાં સમ્યગ્ દર્શન પામ્યા, ક્યાં અને કેવી રીતે દેશિવરતિ-ગૃહસ્વધર્મ પામ્યા... અને આ શ્રમણજીવન ક્યારે અને ક્યાં પ્રાપ્ત કર્યું! આટલું જણાવવાની કૃપા કરો!'
જે પ્રશ્ન મારે પૂછવો હતો, જે વિષયમાં મારી જિજ્ઞાસા હતી, એ જ પ્રશ્ન મહારાજાએ પૂછી લીધો. મેં મારા મનને એકાગ્ર કર્યું.
અમરગુપ્ત સુરિજીએ આંખો બંધ કરી. અધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો... ભૂતકાળની સપાટી પર જ્ઞાનનો પ્રકાશ ફેલાયો... પોતાના વિગત જન્મોને જોયા... અને તેઓએ આત્મકથા કહેવાનું આરંભ્યું :
આ જ પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રની વાત છે.
આ પ્રદેશમાં અસંખ્ય વર્ષ પૂર્વે ‘ચંપાવાસ' નામનું નગર હતું. એ નગરમાં ‘સુધનુ’ નામના એક સદ્ગૃહસ્થ રહેતા હતા. તેમનાં પત્નીનું નામ હતું ધનથી. બંને પતિપત્ની સરળ હતાં, ભદ્રિક હતાં અને નિર્લોભી હતાં.
તેમને સંતાનમાં એક માત્ર પુત્રી હતી. તેનું નામ હતું સોમા, રાજેશ્વર, એ સોમા એટલે હું! મારો જ એ આત્મા.
મારી જીવનયાજ્ઞા... ભવયાત્રાનો પ્રારંભ હું ‘સોમા’ના ભવથી કરું છું. કે જે ભવમાં મેં સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું હતું. એ ભવ પૂર્વેના ભવોની કથા કહેવા બેસું તો પાર ના આવે!
સોમાના પિતાની સરળતા અને માતાની ધાર્મિકતા સોમામાં અવતરી હતી. અલબત્ મને કળાઓ પણ શીખવવામાં આવી હતી અને ગૃહવ્યવહારનું જ્ઞાન પણ આપવામાં આવ્યું હતું.
જ્યારે યૌવનમાં મારો પ્રવેશ થયો, ત્યારે મારાં માતા-પિતાએ મારા માટે યોગ્ય વરની તપાસ શરૂ કરી દીધી. નગરમાં મારી ગણના ‘શાન્ત અને ગુણિયલ કન્યા' તરીકે થતી હતી. એટલે વરની શોધમાં વિલંબ ના થયો. ચંપાવાસના પ્રસિદ્ધ વેપારી નંદ દેવના પુત્ર રુદ્રદેવ સાથે મારા વિવાહ નક્કી થઈ ગયા, અને શુભ મુહૂર્તે અમારાં લગ્ન પણ થઈ ગયાં.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૩